Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

અમેરિકામાં ગઈકાલે તમામ 50 રાજ્યો પર એકીસાથે બરફની ચાદર પથરાઈ

ચારેકોર બરફના ગંજ ખડકાયા : ૨૦૧૦ પછી પ્રથમવાર આવી વિરલ ઘટના બની

ન્યુયોર્ક : અમેરિકા એ એક બહુ મોટું દેશ છે, પરંતુ ગઈકાલની ગુરુવારની સવારે, તેના તમામ ૫૦ રાજ્યોમાં કઈક એક સમાન દેખાયુ હતું.

3.8 મિલિયન ચોરસ માઇલમાં ફેલાયેલો હોવા છતાં, અમેરિકાના દરેક રાજ્યની જમીન પર બરફની એક સમાન ચાદર પથરાયેલી જોવા મળી હતી.

ટ્રોપિકલ રાજ્યો, કે જ્યાં જવલ્લેજ બરફ પડવાની શક્યતાઓ હોય છે, તેવા ટાલ્લાહાસી, ફ્લોરિડા, જેવા રાજ્યોમાં પણ ગુરુવારની સવારે જમીન પર એક ઇંચ બરફના થર થઈ ગયા હતા.

શિયાળુ હવામાનના આ તાજેતરના વિસ્ફોટના લીધે દક્ષિણમાં ગલ્ફ કોસ્ટ સુધી બરફવર્ષા થઈ હતી! ગુરુવાર સવારે અંદાજે ૫૨.૩% અમેરિકી વિસ્તાર એકીસાથે બરફથી ઢકાયેલો જોવા મળ્યો હતો.

એક જ સમયે તમામ 50 રાજ્યોમાં પર બરફવર્ષા થવી એ એક વિરલ ઘટના છે. છેલ્લે એકસાથે અમેરિકાના તમામ 50 રાજ્યોમાં બરફવર્ષા ફેબ્રુઆરી 12, 2010 ના રોજ થઈ હતી.

(11:39 am IST)