Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મેજિક ઓફર

Ideaની ઓફર, ૩૯૮ના રિચાર્જ પર થશે ૩૩૦૦ સુધીનો ફાયદો

મુંબઇ તા. ૧૯ : ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યો છે. સસ્તા ટેરિફ પ્લાન પછી હવે કેશબેકની ઓફર્સની હોડ ચાલી રહી છે. રિલાયન્સ જિયો પછી આઈડિયાએ હવે કેશબેક ઓફર આપી છે. કંપની પોતાના યુઝર્સને મેજિક કેશબેક આપશે.

મેજિક કેશબેકનો લાભ લેવા માટે આઈડિયા યુઝર્સે ઓનલાઈન અને ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી રીચાર્જ કરવાનું રહેશે. કંપનીની આ ઓફર ૩૯૮ રુપિયા અથવા તેનાથી વધારે રુપિયાનું રિચાર્જ કરાવનારા ગ્રાહકો માટે છે.

જો યુઝર ૩૯૮ રુપિયાથી વધારેનું રિચાર્જ કરાવશે તો તેને ૪૦૦ રુપિયાનું કેશબેક વાઉચર મળશે. ૫૦ રુપિયાના આઠ વાઉચર આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ વાઉચરનો ઉપયોગ ગ્રાહક એક વર્ષ દરમિયાન ૩૦૦ રુપિયાથી વધારેનું રિચાર્જ કરવા પર કરી શકે છે.

આ સિવાય આઈડિયા પોતના યુઝર્સને ૨૭૦૦ રુપિયાની કિંમતની શોપિંગ કૂપન પણ આપશે જેનો ઉપયોગ કંપનીની પાર્ટનર વેબસાઈટ પર કરી શકાશે. જો ગ્રાહક MyIdea એપ અથવા આઇડિયાની વેબસાઈટથી રિચાર્જ કરે છે, તો તેને ૨૦૦ રુપિયા સુધીનું વોલેટ કેશબેક પણ મળી શકે છે.

આ ઓફરની અંતિમ તારીખ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૮ છે અને ઓફર દરેક આઈડિયા પ્રીપેઈડ ગ્રાહકો માટે માન્ય છે. તમને જણાવી દઈએ કે આઈડિયાના ૩૯૮ રૂપિયાના રીચાર્જમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઈસ કોલની સુવિધા મળે છે. આ સિવાય 1GB ડેટા પ્રતિદિવસ તેમજ ૧૦૦ એસએમએસ પર મળે છે. આ પેકની વેલિડિટી ૭૦ દિવસ છે.(૨૧.૯)

(10:09 am IST)
  • દ્વારકામાંથી ૩૬ માછીમારને ઉપાડી જવાયાઃ પાકિસ્તાન મરીનની સતત હરામખોરી ચાલુ access_time 11:43 am IST

  • અદ્દભૂત કિમીયો : વડોદરાના આકોટામાં શોપિંગ મોલના બેઝમેન્ટ પાર્કિંગમાં કાર રાખીને વિદેશી દારૂ વેંચતા બે શખ્સો ઝડપાયાઃ વૈભવી કાર સહીત લાખોનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત access_time 11:40 am IST

  • ભુજમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા બે જાસૂસનો મામલો ;હાઇકોર્ટે એ બન્ને જાસૂસને ઓફિશિયલ સિક્રેટ અક્ત માંથી ડિસ્ચાર્જ કર્યા :બંને જાસૂસ સામે ઓફિશિયલ સિક્રેટ હેઠળ કાર્યવાહી નહીં થાય : ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી :જોકે એટીએસ કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવામાં વિલંબ કર્યો access_time 11:28 pm IST