Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ભારતીય ગ્રાહકોને પાસવર્ડ યાદ રાખવા કરતા બાયોમેટ્રીકસ વધારે ફાવે છે

નવી દિલ્હી તા.૧૯ : ઓથેન્ટિેકશન માટે પરંપરાગત રીતે વપરાતા પાસવર્ડ અને પીનસની સરખામણીમાં ફિંગર પ્રિન્ટ, ફેશ્યલ અને વોઇસ રેકગ્નિશન જેવી બાયોમેટ્રિકસ પદ્ધતિઓ વધારે માફક આવે છે. પાસવર્ડ અને પીનસ ટુકડા કી-બોર્ડસ પર ટાઇપ કરવાનુ અઘરૂ હોવાથી, ભુલી જવાની શકયતા હોવાથી અને ચોરાઇ જવાની શકયતા હોવાથી ભારતીયો બાયોમેટ્રીકસ ટેકનોલોજીસને સગવડભર્યો વિકલ્પગણે છે.

નાણાકીય સંસ્થાઓ માટે બાયોમેટ્રિક ટેકનોલોજીને બેન્કીંગ એપ્સ અને ડિજીટલ પેમેન્ટ સિસ્ટમમાં વાપરવાનુ આ ઔચિત્ય હતુ. આજના સ્માર્ટ ફોન્સમાં ફાઇનેન્શિયલ ટ્રાન્ઝેકશન્સ માટે બાયોમેટ્રિકસની એકયુરસી અને સ્પીડ વધારતા એડવાન્સ્ડ ફીચર્સ છે. એક સંશોધન-અભ્યાસમાં ૯૯ ટકા જવાબ આપનારાઓએ જણાવ્યુ હતુ કે તેઓ આઇડેન્ટિીટી વેરીફીકેશન માટે વ્યકિતગત રીતે કોઇ એક બાયોમેટ્રીક મેથડને પસંદ કરે છે. એટલી જ સંખ્યામાં લોકોએ પેમેન્ટસ માટે પણ એકાદ બાયોમેટ્રીક મેથડ પસંદ કરતા હોવાનુ જણાવ્યુ હતુ. અભ્યાસમાં જવાબ આપનારાઓમાંથી ૪૮ ટકાએ પેમેન્ટસ માટે પાસવર્ડ અને પીનસની સરખામણીમાં બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન વધુ સુરક્ષિત જણાયુ હોવાનો મત વ્યકત કર્યો હતો. ૪૬ ટકા ગ્રાહકોએ તેઓ સલામત હોવાનો અહેસાસ રહેતો હોવાનો અભિપ્રાય દર્શાવ્યો હતો.(૩-૧)
 

(10:04 am IST)