Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

યુ-ટયૂબથી કમાણી કમાવવાનું બન્યું મુશ્કેલઃ બદલાયા નિયમો

કંપનીએ પાર્ટરન પ્રોગ્રામને કર્યો અપડેટ

નવી દિલ્હી તા. ૧૯ : યુ-ટયૂબથી રૂપિયા કમાવવા હવે વધુ મુશ્કેલ બનવા જઈ રહ્યા છે. કંપનીએ પોતાના પાર્ટનર પ્રોગ્રામને અપડેટ કર્યો છે. તે મુજબ હવે ચેનલ કે ક્રિએટરે રૂપિયા કમાવવા માટે વધુ સબસ્ક્રાઈબરની જરૂર પડશે. હવે એ ચેનલોને જાહેરાત મળશે, જેની પાસે ઓછામાં ઓછા ૧૦૦૦ સબસ્ક્રાઈબર્સ હોય અને ૧૨ મહિનામાં ઓછામાં ઓછા ૪,૦૦૦ કલાકના વીડિયો ચેનલ પર પોસ્ટ કર્યા હોય.

ઉલ્લખનીય છે કે, આ પહેલા કંપનીએ મિનિમમ વ્યૂઝ ૧૦ હજાર રાખ્યા હતા, એટલે કે અત્યાર સુધી ૧૦ હજાર વ્યૂઝ પૂરા થવા પર જાહેરાત મળતી હતી. યુટ્યૂબે પોતાની બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, ૨૦ ફેબ્રુઆરી છેલ્લી તારીખ હશે. એટલે કે જે ચેનલના વીડિયોને ૪ હજાર કલાકના વ્યૂઝ નહીં મળે અને ૧,૦૦૦ સબસ્ક્રાઈબર્સ પૂરા નહીં હોય તેને ૨૦ ફેબ્રુઆરી પછી જાહેરાત નહીં મળે.

યુટ્યૂબે આ પગલું લોગલ પોલની એક તાજેતરની ઘટના બાદ ઉઠાવ્યું છે. થોડા સમય પહેલા યુ-ટ્યૂબર અને ક્રિએટર લોગન પોલે એક સુસાઈડ વીડિયો પોસ્ટ કરી દીધો હતો, જેમાં ડિસ્ટર્બ કરનારું કન્ટેન્ટ હતું. આ વીડિયોમાં જાપાનના એક ફોરેસ્ટમાં ડેડ બોડી બતાવી હતી.

હજારો લોકો યૂટ્યૂબના પાર્ટનર પ્રોગ્રામ દ્વારા દર વર્ષે હજારો રૂપિયા કમાય છે, પરંતુ યુટ્યીબના આ નિયમ બાદ ઘણા ક્રિએટર્સને રૂપિયા કમાવવામાં મુશ્કેલી પડશે. સાથે જ નવા ક્રિએટર્સને પણ પોતાની ચેનલ શરૂ કરવામાં મહેનત કરવી પડશે.

યુટ્યૂબના કહેવા મુજબ, કંપનીએ આ પ્રતિબંધ એટલા માટે લગાવ્યા છે કે જેથી કંપની ક્રિએટર્સ પર નજર રાખી શકે, કે શું ક્રિએટર્સ કંપનની ગાઈડલાઈનને ફોલો કરે છે કે નહીં.(૨૧.૫)

(10:22 am IST)