Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઓર્લિયન્સના તેજસ્વી સ્ટુડન્ટસ માટે સ્કોલરશીપઃ ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર તરૃણ મુખરજીએ માતા-પિતાની સ્મૃતિમાં શરૃ કરેલું પ્રશંસનીય કૃત્ય

ઓર્લિયન્સઃ અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઓર્લિયન્સમાં ૪ દાયકા સુધી ફેકલ્ટી મેમ્બર તરીકે સેવા આપનાર ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી તરૃણ મુખરજીએ તેના માતા-પિતાની સ્મૃતિમાં સ્કોલરશીપ આપવાની ઘોષણા કરી છે. જે કાલિચરણ મુખરજી સ્કોલરશીપ તરીકે ઓળખાશે.

યુનિવર્સિટીના ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટના સ્ટુડન્ટસ માટે પ્રથમ સેમેસ્ટરથી ૮ સેમેસ્ટર સુધી પ્રતિ વર્ષ એક હજાર ડોલર અપાશે. જે તેના પ્રથમ સેમેસ્ટરના માર્કસના આધારે નક્કી કરાશે.

સ્કોલરશીપ આપવાનો હેતુ સામાન્ય પરિવારના સંતાનોને ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી શ્રેષ્ઠ શિક્ષણ અપાવવાનો છે. જે માટે પ્રોફેસર તરૃણ પોતાના માતા-પિતાએ સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે આપેલા પ્રોત્સાહનને ધ્યાનમાં લેવાયું છે તેમ જણાવે છે.

(7:20 pm IST)