Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન થતા બિઝનેશ ક્ષેત્રે પણ બે હાઇપ્રોફાઇલ પરિવારો અેક થયાઃ આનંદ પિરામલ રિયલ અેસ્ટેટ બિઝનેશની જવાબદારી સંભાળે છે

મુકેશ અંબાણીના પુત્રી ઈશા અને પિરામલ ગ્રૂપના આનંદ નાનપણના મિત્રો હતો. બંને લોકો તાજેતરમાં લગ્નગ્રંથીથી જોડાયા છે. ઈસ દોસ્તી કો રિશ્તેદારીમે બદલ દે, ફિલ્મ ડાયલોગ જ્યારે અનિલ અંબાણી અને અજય પિરામલે સંતાનોના લગ્નને લઈને વાત કરી હશે ત્યારે ફિલ્મોની લાઈન ઉચ્ચારી હશે. નાનપણથી ઈશા અને આનંદ એકબીજાને સારી રીતે સમજતા હતા. તા. 12 ડિસેમ્બર 2018ના રોજ બંનેના વિવાહ થયા છે. બંને કરોડોપતિ સંતાન એક થતા બિઝનેસક્ષેત્રે પણ બે હાઈપ્રોફાઈલ પરિવારો એક થયા છે.

બંને પરિવારો કેટલા ધનિક છે?

મુકેશ અંબાણી કેટલા ધનિક છે તેનો રિપોર્ટ તો સમયાંતરે સમાચારોમાં ચર્ચાય છે. મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. પેટ્રોકેમિકલ્સ, રિટેઈલ ચેન અને શોપિંગ મોલમાં કરોડોનું રોકાણ કરીને તેણે સૌથી વધુ નફો મેળવી રહ્યા છે. બીજી તરફ આનંદ પિરામલ, અજય પિરામલના પુત્ર છે. શ્રીરામ ગ્રૂપ અને પિરામલ ગ્રૂપના ચેરમેન છે. રિપોર્ટ અનુસાર બંને કંપનીઓની માર્કેટે કેપિટલ 10 બિલિયન ડૉલર છે. આશરે 72 હજાર કરોડ રૂપિયા. દુનિયાના 30 દેશમાં પિરામલગ્રૂપની શાખાઓ છે. ગ્રૂપ ફાર્મા, ફાયનાન્સ, સર્વિસ, રિયલ એસ્ટેટ અને ગ્લાસ પેકેજિંગનો વેપાર કરી રહ્યો છે.

આટલા કર્મચારીઓ કામ કરે છે

પિરામલ ગ્રૂપમાં આશરે 15 હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આનંદના માતા સ્વાતિ પિરામલ પિરામલ એન્ટરપ્રાઈઝના વાઈસ ચેરમેન છે. આનંદ પિરામલે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. આનંદ પિરામલ ગ્રૂપના રિયલ એસ્ટેટ બિઝનેસની જવાબદારી સંભાળી રહ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર આનંદ કંપનીમાંથી કોઈ પ્રકારની સેલેરી લેતા નથી.

સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું

થોડા સમય પહેલાં આનંદે પોતાના બે સ્ટાર્ટ અપ શરૂ કર્યા હતા. જેમાં પ્રથમ પિરામલ હેલ્થ હતું જે આજે આશરે 40,000 દર્દીઓની સેવા કરી રહ્યું છે. સિવાય બીજું સ્ટાર્ટઅપ પિરામલ રિએલ્ટ જે એક રિયલ એસ્ટેટ સ્ટાર્ટઅપ છે જેની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી. વર્ષમાં આનંદને ફોર્બ્સ ફિલાંથ્રોપી એવોર્ડ મળ્યો હતો. પિરામલ એન્ટરપ્રાઈઝના 276,945 શેર છે. આનંદે કહ્યું હતું કે, મુકેશ અંબાણીથી પ્રેરાઈને તેણે બિસનેસમેન બનવાનું સ્વપ્ન સેવ્યું હતું.

બિસનેસ લીડર એવોર્ડ

આજથી ત્રણ વર્ષ પહેલા આનંદને ગોલ્ડમેન સાક્સ તરફથી રિયલ એસ્ટેટના વ્યાપાર માટે 43.4 કરોડ ડૉલર એકઠા કર્યા હતા. વર્ષ 2018માં આનંદ પિરામલને રિયલ એસ્ટેટનો યુનિકોર્ન એવોર્ડ પણ મળ્યો હતો. સિવાય વર્ષે યંગ બિઝનેસ લીડર ઓફ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અજય પિરામલને એક દીકરા સિવાય એક દીકરી નંદિની પણ છે. જે કંપનીની બોર્ડ મેમ્બરમાંથી એક છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર અજય પિરામલની સંપત્તિ 4.5 બિલિયન ડૉલર છે. તેઓ ભારતના 22માં અને દુનિયાના 404 ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે.

અંબાણીની કંપની

સમગ્ર ભારતના ટેક્સ માળખામાં 5 ટકા યોગદાન મુકેશ અંબાણીની કંપનીનું છે. વર્ષ 2017ના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી પાસે 110 બિલિયન ડૉલરની સંપત્તિ છે. માર્ચ 2018ના ફોર્બ્સના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 40.1 બિલિયન ડૉલર છે જેની વાર્ષિક સેલેરી 15 કરોડ રૂપિયા છે. જિયો અને રિલાયંસ રિટેઈલ બોર્ડમાં ઈશા બોર્ડ મેમ્બર છે.તેણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકલોજી અને સાઉથ એશિયનમાં અભ્યાસ પૂરો કર્યો છે.

(5:08 pm IST)