Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

પુણેના અક્ષય સાવલકર માટે રૂૂ.૩૬.પ૦ લાખની BMW કાર બની માથાના દુઃખાવારૂપ

પુણે: BMWની કાર લેતી વખતે પુણેના અક્ષય સાવલકરે સપને પણ નહીં વિચાર્યું હોય કે સાડા છત્રીસ લાખ રુપિયાની કાર તેના માટે માથાનો દુ:ખાવો બની જશે. અક્ષયે હજુ ડિસેમ્બર 2017માં કાર ખરીદી હતી, પરંતુ માત્ર એક વર્ષના ગાળામાં કાર રસ્તા પર ઓછું, અને સર્વિસ સેન્ટરમાં વધારે રહી છે.

ત્રણ મહિનામાં શરુ થઈ ગઈ પ્રોબ્લેમ

અક્ષય BMWની સર્વિસથી પણ એટલો બધો કંટાળી ગયો છે કે તેણે કંપનીને તેમજ તેના ડીલરને લીગલ નોટિસ મોકલી છે. અક્ષયે BMW X1 લીધી તેના ત્રણ મહિનામાં કારમાં પ્રોબ્લેમ થવાની શરુ થઈ ગઈ હતી. માર્ચ 2017માં તે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ડ્રાઈવ કરી રહ્યો હતો, ત્યારે કાર અચાનક અટકી ગઈ હતી, અને ત્યારથી શરુ થયેલો સિલસિલો હજુય ચાલુ છે.

દરેક વખતે અલગ પ્રોબ્લેમ!

અક્ષયની કાર પહેલીવાર બગડી ત્યારે તેને કહેવામાં આવ્યું કે ટાયર ફાટી ગયું હોવાના કારણે પ્રોબ્લેમ થઈ હતી. જોકે, કાર રિપેર કરાવી તે પુણે જઈ રહ્યો હતો ત્યારે બીજી વાર ગાડી બંધ થઈ ગઈ. પુણેમાં તેને કહેવામાં આવ્યું કે ગાડીના ટ્રાન્સમિશનમાં પ્રોબ્લેમ છે, અને તેને ઠીક થવામાં સમય લાગશે.

એક વર્ષમાં 5 વાર રિપેરિંગ

છેલ્લા એક વર્ષમાં અક્ષયની BMW X1 પાંચ વાર રિપેરિંગમાં જઈ ચૂકી છે, અને કાર 100 દિવસ તો સર્વિસ સ્ટેશનમાં રહી છે. ક્યારેક તો કંપનીવાળા અગાઉના રિપેરિંગમાં પ્રોબ્લેમ પૂરેપૂરો સોલ્વ થયો હોવાનું કહીને હાથ અદ્ધર કરી દેતા.

(5:18 pm IST)