Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વારાણસીમાં પહેલા હૉટ એર બલૂન શૉની શરૂઆત

હજાર ફૂટની ઊંચાઈથી વારાણસીની સુંદરતા જોવાની તક : શો માટે ૫૦૦ રુપિયાની ૮૦૦ ટિકિટ બુક થઈ ગઈ, લોકોમાં પણ હૉટ એર બલૂન શૉનું ઘણું આકર્ષણ

વારણસીતા.૧૮ : ઉત્તરપ્રદેશના વારાણસી શહેરમાં દેવ દિવાળી પહેલા હૉટ એર બલૂન શૉની રૂઆત કરાઈ છે. શૉ તારીખ ૧૯ નવેમ્બર એટલે કે દેવ દિવાળી સુધી ચાલુ રહેશે. દરમિયાન ટૂરિસ્ટ્સ અને વારાણસીના સ્થાનિક લોકોને હૉટ એર બલૂનમાં બેસીને હજાર ફૂટની ઊંચાઈથી વારાણસીની સુંદરતા જોવાની તક મળશે.

વારાણસી શહેરમાં ગંગા કિનારે રેતી પરથી આકાશમાં ઉડતા હૉટ એર બલૂન શૉ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા. ત્યાંના લોકોમાં પણ હૉટ એર બલૂન શૉનું ઘણું આકર્ષણ જોવા મળી રહ્યું છે. હૉટ એર બલૂન શૉની ટિકિટના વેચાણની રૂઆત થતાં માત્ર થોડા કલાકોમાં તમામ ટિકિટોનું વેચાણ થઈ ગયું હોવાનું એક સ્થાનિક ન્યૂઝ રિપોર્ટના આધારે જાણવા મળી રહ્યું છે. વધુ મળતી માહિતી મુજબ, હૉટ એર બલૂન શૉ માટે ૫૦૦ રૂપિયાની ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે.

બુધવારે સવારે વારાણસીમાં હૉટ એર બલૂન શૉની રૂઆત થઈ છે. હૉટ એર બલૂન જમીનથી ૧૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી જાય છે. જ્યાં સિક્યોરિટીને ધ્યાનમાં રાખતા પોલીસની સાથે-સાથે ડૉગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આકાશમાં ઊંચાઈ પર ઉડી રહેલા હૉટ એર બલૂન શૉ વારાણસીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જે જોવા માટે પણ ખાસ્સી એવી ભીડ ઉમટી પડી હતી.

એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, વારાણસીમાં બુધવારથી હૉટ એર બલૂન શૉની રૂઆત થઈ ગઈ છે. જે દેવ દિવાળી સુધી ચાલશે. હૉટ એર બલૂન શૉ માટે ખાસ યૂકે અને ટર્કીથી ૧૧ પાઈલટ અને તેમનું ક્રૂ આવી પહોંચ્યું છે.

બુધવારે સવારે બલૂનમાં ગેસ ભરવાનું રૂ કરાયું હતું. થોડી વારમાં આકાશમાં મોટા કદના હૉટ એર બલૂને ત્યાં હાજર તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મળતી માહિતી મુજબ, હૉટ એર બલૂન શૉમાં ૧૧ પાઈલટ છે. બલૂન લગભગ ૪૦ મિનિટ સુધી હવામાં ઉડતા રહ્યા હતા. હૉટ એર બલૂનમાં એક વખત ઉડવા માટેના ટિકિટના દર ૫૦૦ રૂપિયા રાખવામાં આવ્યા છે. હૉટ એર બલૂન શૉ માટેની ૮૦૦ ટિકિટ હાલ બુક થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(7:32 pm IST)