Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

નોટબંધી બાદ હાઉસિંગ માર્કેટમાં કાળું નાણું ૭૫-૮૦% ઘટયુ

નવી દિલ્હી, તા.૧૮: હાઉસિંગ બ્રોકરેજ બિઝનેસમાં સક્રિય કંપની એનરોકનું કહેવું છે કે ૨૦૧૬ના નવેમ્બરમાં નોટબંધી લાગુ કરાઈ હતી તે પછી દેશમાં પ્રાથમિક રહેણાંક બજારમાં રોકડ સોદાઓમાં ૭૫-૮૦% જેટલો ઘટાડો નોંધાયો છે. મતલબ કે કાળા નાણાંના સોદાઓમાં ૭૫-૮૦% ટકાનો ઘટાડો થયો છે. એનરોક કંપનીએ ટોચના સાત શહેરોના ડેવલપરો સાથે ગ્રુપ ચર્ચા કર્યા બાદ, બેન્કો પાસેથી હોમ લોન મંજૂરીની માહિતી પ્રાપ્ત કર્યા બાદ, રજિસ્ટ્રેશન દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ અને ૧,૫૦૦ જેટલા સેલ્સ એજન્ટો પાસેથી મેળવેલી માહિતીના આધારે આમ કહ્યું છે. હોમ લોનનું સરેરાશ કદ વધી ગયું છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે રોકડ સોદાઓ પ્રાઈમરી માર્કેટમાં દ્યટ્યા છે એટલે કે ડેવલપરો દ્વારા કરાતા વેચાણમાં ઘટયા છે, રહેણાંક માર્કેટમાં રીસેલ સોદાઓમાં નહીં.

(4:02 pm IST)