Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

હવામાનની પરિસ્થિતિ અંગે ગુગલ વધુ સચોટ માહિતિ આપશેઃ લોકોના જીવ બચાવવા પ્રાથમીકતા

ગુગલની સાતમી ગુગલ ફોર ઇન્ડીયા ઇવેન્ટમાં કંપની દ્વારા નવી સુવીધાઓ-ઇનિશિસેટીવની જાહેરાત : કલાઇમેટ ચેન્જ અને હવામાન અપડેટને ફાસ્ટ ફેઝમાં પહોંચાડવા કામ ચાલુઃ એર કવોલીટી ચેક કરવા સેન્ટ્રલ કન્ટ્રોલ બોર્ડ સાથે ભાગીદારી : આઇએમડી દ્વારા અપાતા વાતાવરણના અપડેટ એન્ડ્રોઇડ ફોનની હોમ સ્ક્રીનની સાથે ગુગલની એટ અ ગ્લાન્સમાં પણ જોવા મળશેઃ કલાસરૂમમાં નવી સુવીધાઓ, લુક ટુ સ્પીકમાં વધુ પાંચ ભાષા ઉમેરાઇઃ ગુગલ પે ઉપર ૧પ બીલીયનના વાર્ષિક ટ્રાન્ઝેકશનની જાહેરાત

નવી દિલ્હી : ગુગલે આજે પોતાની સાતમી ગુગલ ફોર ઇન્ડીયા ઇવેન્ટ દરમિયાન ભારતીય યુઝર્સ માટે નવી સુવિધાઓ અને ઇનિશેટીવની જાહેર કરી છે. ગુગલ કલાસરૂમ માટે નવી સુવિધાઓ, લુક ટૂ સ્પીક ઉપર પાંચ વધુ ભારતીય ભાષાઓનો સપોર્ટ, ગુગલ પે ઉપર ૧પ બીલીયન વાર્ષિક લેણદેણની જાહેરાત કરેલ. ગુગલે ભારતમાં પોતાના કલાઇ મેટ કંડીશન ઇનિશેટીવના ભાગના રૂપમાં નવી પહેલની પણ ઘોષણા કરેલ.

ભારતીય હવામાન ખાતાના આંકડાઓ મુજબ, ગત વર્ષેમાં હવામાનની સ્થિતિને કારણે ૧પ૦૦ થી વધુ લોકોના જીવ ગયેલ. ગુગલ આ ગંભીર હવામાનની ઘટનાઓ માટે ભારતીયોને મદદ કરવા માંગે છે અને જીવનના નુકશાનને  રોકવા ઉપયોગી થવા ઇચ્છે છે. ગુગલ કાઇસીસ રિસ્પોન્સ એન્ડ વેધરના પ્રોડકટ મેનેજર પેલેડે જણાવેલ કે કલાઇમેટ ચેન્જ અને હવામાન અપડેટને ફાસ્ટ પેસમાં પહોંચાડવા ઉપર ગુગલ કામ રહયું છે. તેનો અર્થ લોકોને રીયલ ટાઇમ ઇર્ન્ફોમેશન અપાશે. એટલે કે ગુગલ દ્વારા યુઝર્સને હવામાન ખાતાના અપડેટ મુજબ એલર્ટ મોકલશે.

ગુગલે પોતાના ગુગલ સર્ચ ઉપર લેટેસ્ટ એર કવોલીટીની માહિતી લાવવા માટે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સાથે ભાગીદારી કરી છે. યુઝર્સ હવે પોતાના નજીકના સ્ટેશનથી હવાની ગુણવતા જાણી શકશે. જળવાયુની  સ્થિતિ દીવસે-દીવસે લોકોના સ્વાસ્થ્યને બગાડી રહી છે, જેથી આ ઇનિશેટીવ ખુબ જ ઉપયોગી થશે.

ઉપરાંત ગુગલે કલાઇમેટ કંડીશનને મોનીટર કરવા માટે હવામાન એલર્ટ લોન્ચ કરવા ભારતીય હવામાન ખાતા સાથે કરાર કર્યો છે., જોરદાર વરસાદ, હીટવેવ, કોલ્ડવેવ કે થંડર સ્ટ્રોમની માહિતી દ્વારા લોકોને સચેત કરવા અને સુરક્ષીત રહેવા સમયે માહિતી મેળવવી મહત્વપૂર્ણ છે. જયારે હવામાન વધુ ખરાબ થાય તો આઇએમડી દ્વારા અપાયેલ એલર્ટ એન્ડ્રોઇડ ફોનની હોમ સ્ક્રીનની સાથે ગુગલના એટ અ ગ્લાન્સ સેકશનમાં દેખાશે.

ગત ઘણા વર્ષોથી ગુગલ ફલડ ફોરકાસ્ટ ઈનિશેટીવ સરકારો સાથે મળીને એવી પ્રણાલી વિકસીત કરવાનું કામ કરી રહી છે, જે ભવિષ્યવાણી કરે છે પુર કયારે અને કયાં આવશે. નવા ફોરકાસ્ટીંગ મોડલે એલર્ટ લીડ સમયને ડબલ કર્યો છે, અને અમારા કવરેજ હવે પ્રભાવિત ક્ષેત્રોમાં લોકલ સંખ્યાનો પાંચમો (૧૭ટકા) ભાગ છે. આ વર્ષે વરસાદની શરૂઆત પછીથી  અમે ઓછામાં ઓછા ર૦ મીલીયન પ્રભાવીત લોકોને ૧૧૦ મીલીયન નોટીફીકેશન આપ્યા છે તેમ પેલડે માહિતી આપતા જણાવેલ.

(3:34 pm IST)