Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના બાકીના શેરનું વેચાણ કરવાની કેન્દ્ર સરકારને મંજૂરી : હિન્દુસ્તાન ઝિંક હવે સરકારી કંપની નથી રહી : કેન્દ્ર સરકાર પાસે રહેલો 29.5 ટકા હિસ્સો વેચી શકે છે : સુપ્રીમ કોર્ટ ખંડપીઠની મંજૂરી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના બાકીના શેરનું વેચાણ કરવાની કેન્દ્ર સરકારને મંજૂરી આપી છે. કારણકે આ કંપની હવે સરકારી કંપની નથી રહી .તેથી કેન્દ્ર સરકાર પાસે રહેલો 29.5 ટકા હિસ્સો વેચી શકે છે.

2016 માં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જાહેર ક્ષેત્રના અન્ડરટેકિંગ (PSU) હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના સૂચિત વિનિવેશ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. આ રીતે સરકારને PSUમાં તેના શેરના વધુ ડિસઇન્વેસ્ટમેન્ટની કોઈપણ પ્રક્રિયા શરૂ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

અરજદાર સંસ્થા તરફથી હાજર થયેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે હિન્દુસ્તાન ઝિંકના શેરનું વિનિવેશ કેમ કરવામાં આવ્યું તે અંગે માહિતી અધિકાર (RTI) ક્વેરી દાખલ કરી હતી. પ્રતિભાવમાં જાણવા મળ્યું કે હિન્દુસ્તાન ઝિનના 50 ટકા શેરનું વિનિવેશ કરવામાં આવ્યું હતું અને વેદાંતને વેચવામાં આવ્યું હતું, જે ભૂષણના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા તેના ખિસ્સા ભરવા માટે કરવામાં આવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:24 pm IST)