Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ધારાસભ્યના ઘરે ૩૮ કલાક ચાલેલા આવકવેરાના દરોડામાં કરોડોની રોકડ સહિત મહત્વના દસ્તાવેજો જપ્ત

લુધિયાણા (સેઠી): અકાલી દળના ધારાસભ્ય મનપ્રીત સિંહ અયાલીના ઘરે આવકવેરા  વિભાગની ૧૦ ટીમો હાજી પણ કામ કરી રહી છે. દરોડામાં ૨.૫  કરોડની રોકડ, સંપત્તિના કાગળો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને ૧૩ લોકર સીલ કરવામાં આવ્યા છે.  સન વ્યુ એન્ક્લેવના એકાઉન્ટન્ટના નિવાસસ્થાન રાજગુરુ નગરમાંથી આશરે ૧.૨૦ કરોડની રોકડ મળી આવી હતી. દરોડાના ખબર મળતા જ મોટી સંખ્યામાં સમર્થકો  ઘરની બહાર ઉમટી પડ્યા હતા.

(11:50 am IST)