Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ બાદ પેટીએમનો શેર ૨૪% તૂટયો

૨૧૫૦ ઇસ્યુ પ્રાઇઝઃ ૧૯૫૦ પર લીસ્ટીંગઃ છેલ્લો ભાવ ૧૬૦૦ : લિસ્ટિંગ પહેલા સ્થાપક વિજય શેખર શર્મા ભાવુક બન્યા

મુંબઈ, તા.૧૮: દેશના સૌથી મોટા આઈપીઓ પેટીએમના શેરનું આજે શેર બજારમાં લિસ્ટિંગ થયું હતું. અપેક્ષા પ્રમાણે શેરનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું. ૨૧૫૦ રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે પેટીએમના શેરનું ૧૯૫૦ રૂપિયા પર એટલે કે ૯% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું હતું. પેટીએમનો આઈપીઓ પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી નવેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે ૨૦૮૦-૨૧૫૦ રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી.

ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયા બાદ પેટીએમના શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. ઇન્ડ્રા ડેમાં આ શેર BSE પર ઘટીને ૧,૫૮૬ રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. સવારે ૧૧:૪૫ વાગ્યે પેટીએમનો શેર BSE પર ૧,૬૫૫ રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જયારે NSE પર શેર ૧,૬૨૬ રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. ૧૧:૪૫ વાગ્યે પેટીએમનો શેર આશરે ૨૪%ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીના શેર માટે લોઅર સર્કિટ ૩૦% એટલે કે ૧,૫૬૪ રૂપિયા છે.

પેટીએમના શેર પર બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જેમને આઈપીઓ થકી પેટીએમના શેર લાગ્યા છે તેમણે બાઉન્સબેક બાદ Exit કરી લેવું જોઈએ. આ માટે પ્રતિ શેર ૧૭૨૦ રૂપિયાનો સ્ટોપલોસ રાખો.

મિન્ટ સાથે પેટીએમના શેર અંગે વાતચીત કરતા Tradingoના સ્થાપક પાર્થ ન્યાતીએ જણાવ્યું કે, 'પેટીએમ ખોટ કરતી કંપની છે. નજીકના ભવિષ્યમાં નફાની કોઈ શકયતા દેખાતી નથી. જેમને પેટીએમના શેર લાગ્યા છે તેવા રોકાણકારો જો લાંબા સમય સુધી ટકી રહેવા માંગતા હોય તો તેઓ પોતાનું રાકાણ જાળવી રાખે. જે લોકોએ લિસ્ટિંગ ગેનના ઉદેશ્ય સાથે શેર લીધા હતા તેમણે શેર બાઉન્સ બેક થતાની સાથે બહાર નીકળી જવું જોઈએ. નવા રોકાણકારોએ અન્ય કંપનીઓ તરફ નજર દોડાવવી જોઈએ. બ્રાન્ડ નેમને પગલે કંપનીનું વેલ્યૂએશન ઊંચું થયું છે. આથી નજીકના ભવિષ્યમાં કરેકશન જોવા મળી શકે છે.'

મિન્ટ સાથે વાતચીત કરતા સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટ લી.ના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, હું એવું કહીશ ફકત લાંબા ગાળા સુધી રોકાણ જાવળી રાખવા માંગતા રોકાણકારોએ જ પેટીએમના શેર જાળવી રાખવા જોઈએ. મારા મતે બજાજ ફિનસર્ન પેટીએમ કરતા સારો ઓપ્શન છે. જે લોકોએ લિસ્ટિંગ ગેનના ઉદેશ્ય સાથે આઈપીઓ ભર્યો હતો અને જેમને શેર્સ લાગ્યા છે તેમણે ૧૭૨૦ રૂપિયાનો સ્ટોપલોસ રાખવો જોઈએ, જે ઇસ્યૂ કિંમતથી ૨૦ ટકા નીચે છે.

(3:32 pm IST)