Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ભાજપ વિરોધી ગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે એ મુદ્દો નથી : લોકોને વિકલ્પ આપવાની જરૂર

પૂર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખની સાથે અન્યાય થયો : શરદ પવાર

મુંબઇ તા. ૧૮ : એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે આગલી ચૂંટણીમાં સંભાવિત ભાજપ વિરોધી ગઠબંધનના નેતૃત્વ કોણ કરશે? એ કોઈ મુદ્દો નથી અને લોકોએ તેમની ઈચ્છાનુંસાર રાજનીતિક વિકલ્પ આપવાની જરૂર છે.

અમરાવતી અને મહારાષ્ટ્રના કેટલાક અન્ય સ્થાનો પર હાલમાં જ હિંસાને બહું દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા એનસીપીના પ્રમુખે કહ્યુ કે સરકારે એવી નીતિ બનાવી જોઈએ જેમાં આવી ઘટનાઓનો શિકાર દુકાનદારો અને વ્યાપારિઓને વળતર આપી શકાય. પવારે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખની સાથે અન્યાય થયો. દેશમુખની ધન શોધન મામલામાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ જેલમા છે.

પવારે નાગપુર વિદર્ભ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેમણે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હાલમાં જ હિંસા પર ચિંતા વ્યકત કરી અને કહ્યું કે નિર્દોષ દુકાનદાર અને વ્યાપારી હિંસાનો શિકાર થાય છે તથા કોઈ ભૂલ ન હોવા છતાં નુકસાન થાય છે.

પત્રકારોએ પવારને ભારતીય જનતા પાર્ટી વિરોધી ગઠબંધનના શકય ગઠન અંગે પૂછ્યું અને સવાલ કર્યો કે શું પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી તે મોર્ચાનું નેતૃત્વ કરી શકે છે?  આના પર એનસીપી પ્રમુખે કહ્યું કે ગંઠબંધનના મુદ્દા પર સંસદના આગામી સત્રમાં ચર્ચા કરવામાં આવશે.

પવારે કહ્યું કે તેમના ગઠબંધનના નેતા કોણ હશે તે અહીં કોઈ મુદ્દો નથી. આજે લોકોને તેમની ઈચ્છા અનુસાર એક વિકલ્પ આપવાની જરૂર છે અને અમે લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે વિભિન્ન દળોનું સમર્થન લેશે.

(10:07 am IST)