Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ઇન્ડીગો કદાચ ચેક-ઇન બેગેજ માટે ચાર્જ લગાડશે

મુંબઈ,તા.૧૮: એશિયામાં સસ્તા ભાડામાં વિમાન પ્રવાસ કરાવતી સૌથી મોટી એરલાઈન્સમાંની એક, ઈન્ડીગો કદાચ ટૂંક સમયમાં જ પ્રવાસીઓને ચેક-ઈન લગેજ માટે ચાર્જ લગાડશે, એમ બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે.

ભારતમાં એર ટ્રાવેલ માર્કેટમાં ગળાકાપ હરીફાઈ ચાલે છે. એમાં ભાડાયુદ્ઘ ઉગ્ર બની રહ્યું છે અને ઈન્ડીગો એ માટે સજ્જ થઈ રહી છે. માટે જ ચેકડ-ઈન લગેજ માટે પ્રવાસીઓ પાસેથી ચાર્જ વસૂલ કરશે.

(10:07 am IST)