Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કોરોના પછી ટયુશનમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો

એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઇઆર)નો સર્વે : ૨૦૧૮માં રાષ્ટ્રીય સ્તરે ૩૦ ટકાથી ઓછા વિદ્યાર્થીઓ ટયુશન જતા હતા, ૨૦૨૧માં આ પ્રમાણ વધીને ૪૦ ટકા થઇ ગયુ છે

નવી દિલ્હી,તા. ૧૮ : ૨૦૧૮ની સરખામણીમાં  શાળાએ જતા બાળકો દ્વારા પ્રાઇવેટ ટયુશનમાં જોડાવાના પ્રમાણમાં દસ ટકાનો વધારો નોંધાયો છે તેમ એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજયુકેશન રિપોર્ટ(એએસઇઆર), ૨૦૨૧માં જણાવવામાં આવ્યું છે.

આ રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં બાળકોને શીખવાની પ્રક્રિયામાં મળતી મદદમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે. રાષ્ટ્રીય સ્તરે ૨૦૧૮માં ૩૦ ટકાથી ઓછા બાળકો પ્રાઇવેટ ટયુશન કલાસમાં જતા હતાં. ૨૦૨૧માં આ પ્રમાણ વધીને ૪૦ ટકા થઇ ગયું છે. છોકરાઓ અને છોકરીઓ બંનેમાં, તમામ ધોરણોંમાં અને તમામ પ્રકારની શાળાઓમાં આ પ્રમાણ વધ્યું છે. કેરળ સિવાયના તમામ રાજયોમાં ટયુશન કલાસમાં જતા બાળકોના પ્રમાણમા વધારો જોવા મળ્યો છે.

એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજયુકેશન રિપોર્ટ(એએસઇઆર)ની આજે ૧૬મી આવૃત્ત્િ। જાહેર થઇ હતી. જે બાળકોના માતા પિતા ઉચ્ચ શિક્ષણ ધરાવે છે તેવા બાળકોમાં ટયુશન  કલાસીસમાં જવાના પ્રમાણમાં ૭.૨ ટકાનો વધારો નોંધાયો છે. જયારે જે બાળકોના ંમાતા પિતા ઓછું ભણેલા છે તેવા બાળકોમાં ટયુશન કલાસીસમાં જવાના પ્રમાણમાં ૧૨.૬ ટકાનો વધારો નોંધાયો છે.

રિપોર્ટ અનુસાર જે સમયે સર્વે હાથ ધરાયો ત્યારે જે વિદ્યાર્થીઓની શાળાઓ બંધ હતી તેવા વિદ્યાર્થીઓનું ટયુશન કલાસીસમાં જવાનું સામાન્ય હતું. નિમ્ન વર્ગો કરતા ઉચ્ચ વર્ગોમાં ભણતા વિદ્યાર્થીઓનું ટયુશનમાં જવાનું પ્રમાણ હતું.

આ રિપોર્ટ ૨૫ રાજયો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરાયેલા સર્વેના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં પાંચથી ૧૬ વર્ષના ૭૫,૨૩૪ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતાં. આ રિપોર્ટમાં ૭૨૯૯ શાળાઓને આવરી લેવામાં આવી હતી. જેમાંથી ૪૮૭૨ શાળાઓ ચાલુ  હતી જયારે ૨૪૨૭ શાળાઓ કોરોના મહામારીને પગલે બંધ હતી.

આ રિપોર્ટ મુજબ શાળાએ ન જતા બાળકો પૈકી ૭૫.૬ ટકા બાળકોને ઘરે માતા પિતા દ્વારા ભણવામાં મદદ કરવામાં આવતી હતી. જયારે શાળાએ જતા બાળકો પૈકી ૭૦.૪ ટકાને ઘરે માતા પિતા મદદ કરતા હતાં.

(10:06 am IST)