Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કલાપાણી વિવાદ: નેપાળી પીએમએ કહ્યું 'એક ઇંચ જમીન મળશે નહીં :ભારતે સૈન્ય પાછું ખેંચવું જોઈએ

નેપાળી વડાપ્રધાન કે પી ઓલીએ કહ્યું કે કલાપાણી નેપાળનો એક ભાગ છે

 

નવી દિલ્હી : નેપાળમાં વધી રહેલા વિરોધ વચ્ચે વડા પ્રધાન કે.પી. ઓલીએ કહ્યું હતું કે કલાપાણી નેપાળ, ભારત અને તિબેટ વચ્ચેનો ત્રિકોણ છે અને ભારતે તુરંત અહીંથી પોતાની સૈન્ય પાછું ખેંચવું જોઈએ.

   કે પી ઓલીએ કહ્યું કે કલાપાણી નેપાળનો એક ભાગ છે. ભારતના નવા સત્તાવાર નકશા પરથી ઉદ્ભવતા વિવાદ અંગે નેપાળના વડા પ્રધાને જાહેરમાં મામલે પહેલીવાર જવાબ આપ્યો છે.

   નવા નકશામાં ભારતે કલાપાણીનો પોતાનો હિસ્સો દર્શાવ્યો છે. કલાપાની નેપાળના પશ્ચિમ છેડે સ્થિત છે. વડા પ્રધાન કેપી ઓલીના નિવેદન અંગે ભારતની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે, ભારતનું કહેવું છે કે નેપાળની સરહદ પર ભારતના નવા નકશામાં કોઈ ચેડા થયા નથી. અને તે પૂર્વે હતો તે પ્રકારે છે.

(12:27 am IST)