Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ઇન્ટરનેશનલ ગ્લોબલ લો કોન્ફરન્સમાં ગુજરાતની ત્રણ મહિલા વકીલો જોડાઇ

પર્યાવરણનો કાયદો, પડકારો અને ઉપાય સંદર્ભે કોન્ફ્રન્સ યોજાઈ

 

ચંદીગઢ :ગ્લોબલ વોર્મિંગની ચિંતા સાર્વત્રિક બનેલી છે. પ્રશ્ન માત્ર ભારતનો નહીં પણ વિશ્વના તમામ દેશો સાથે સંકળાયેલો છે. જેથી પર્યાવરણ બાબતે જાગૃતિ આવે તે માટે પર્યાવરણનો કાયદો, પડકારો અને ઉપાય સંદર્ભે પંજાબની ચંદીગઢ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.

  કોન્ફરન્સમાં કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ, સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા જજ જસ્ટીસ હેમંત ગુપ્તા, સુપ્રિમ કોર્ટ ઓફ UK(લંડન)ના જજ લોડ કર્ન્વથ, બેલ્જીયમ કન્સ્ટીટ્યુશનલ કોર્ટના જસ્ટીસ લુક લવસેન, સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટીસ દીપક ગુપ્તા અને વિશ્વના અન્ય દેશોમાંથી અને ભારતનાં વિવિધ રાજ્યોમાંથી સિનિયર ડેલીગેટ્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતથી ખાસ આમંત્રિત થયેલા સિનિયર ડેલીગેટ્સ તરીકે એડવોકેટ દીપકા પી.ચાવડા, એડવોકેટ પ્રીતિ જે. જોષી અને એડવોકેટ સંગીતા ખૂ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

(11:55 pm IST)