Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સિયાચીન ગ્લેશિયરમાં બરફનું તોફાન : ભારતીય પોસ્ટ ઝપટે : 4 સૈનિકો શહીદ:બે નાગરિકોના મોત

8 સભ્યોની પેટ્રોલિંગ ટીમ તોફાનમાં ફસાઈ ગઈ: બચાવ ટીમે બહાર કાઢ્યા

સિયાચીન ગ્લેશિયરમાં  ભારતીય સેનાની પોસ્ટ બર્ફીલા તોફાનની ઝપેટમાં આવી હતી. આ ઘટનામાં 4 સૈનિકો શહીદ થયા હતા, જ્યારે બે સ્થાનિક નાગરિકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના 3.30 ની આસપાસની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 8 સભ્યોની પેટ્રોલિંગ ટીમ તોફાનમાં ફસાઈ ગઈ હતી.

   સૂત્રોના જણાવ્યા અનુસાર બચાવ ટીમે તોફાનમાં ફસાયેલા 8 સભ્યોને બહાર કાઢ્યા હતા, જેમાં 4 સૈનિકો સારવાર દરમિયાન શહીદ થયા હતા. મૃતકોમાં બે સ્થાનિક લોકો પણ છે. હાલમાં પણ 7 લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે

  . બર્ફીલા તોફાન ઉત્તરી ગ્લેશિયર પર આવ્યું હતું. જ્યાંની ઉંચાઈ લગભગ 18,000 ફુટ અને તેથી વધુ છે. બર્ફીલા તોફાનનો સામનો કરવો પડ્યો હતો તે સૈનિકો પેટ્રોલિંગ પાર્ટીનો ભાગ હતા. તેમાં 8 જવાન હતા અને જ્યારે બર્ફીલા તોફાન આવ્યા ત્યારે તેઓ ઉત્તરી ગ્લેશિયરમાં હાજર હતા

(11:41 pm IST)