Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જતા વિદેશી સ્ટુડન્ટસની સંખ્યામાં ચીન પ્રથમ તથા ભારત બીજા ક્રમેઃ સતત ૪થા વર્ષે વિદેશી સ્ટુડન્ટસની સંખ્યા ૧૦ લાખ ઉપરઃ ૨૦૧૯ ઓપન ડોર્સ રિપોર્ટ ઓન ઇન્ટરનેશનલ એજ્યુકેશન એક્ષચેન્જનો અહેવાલ

વોશીંગ્ટનઃ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદેશના સ્ટુડન્ટસની સંખ્યામાં ૨૦૧૮-૧૯ના વર્ષ માટે સૌથી વધુ સંખ્યા નોંધાઇ છે. જે પૈકી ભારતના ૨ લાખ ઉપરાંત સ્ટુડન્ટસનો સમાવેશ થાય છે. જયારે છેલ્લા ૧૦ વર્ષથી સૌથી વધુ સંખ્યામાં મોકલાતા સ્ટુડન્ટસમાં ચીન પ્રથમ ક્રમે છે.

તેવું ૨૦૧૯ ઓપન ડોર્સ રિપોર્ટ ઓન ઇન્ટરનેશનલ એજ્યુકેશન એકસચેન્જના અહેવાલ દ્વારા જાણવા મળે છે. આ અહેવાલમાં વિશેષમાં જણાવાયા મુજબ લગાતાર સતત ચોથા વર્ષે અમેરિકા જનારા વિદેશી સ્ટુડન્ટસની સંખ્યા ૧૦ લાખ ઉપર થઇ જવા પામી છે.

ઉપરાંત અમેરિકાના ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટના અહેવાલ મુજબ આ વિદેશી સ્ટુડન્ટસના કારણે અમેરિકાના અર્થતંત્રમાં ૪૫ અરબ ડોલર જેટલી રકમ ઠલવાય છે. જેમાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિદેશી સ્ટુડન્ટસની કુલ સંખ્યામાં અર્ધા ઉપરાંત સ્ટુડન્ટસ ચીન તથા ભારતના હોય છે.

(8:01 pm IST)