Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કામના દબાણના કારણે ઈન્કમ ટેક્ષના કેટલાક ઉચ્ચ અધિકારીઓએ નોકરી છોડી

અહીંની પરિસ્થિતિ ખરેખર ખરાબ છેઈન્કમ ટેક્ષ અધિકારી

નવી દિલ્હી, તા.૧૮: કામના ભારે દબાણના કારણે ટેકસ કલેકશનના મસ મોટા ટાર્ગેટોને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ બે ડઝન જેટલા ગેજેટેડ ઈન્કમ ટેક્ષ અધિકારીઓને પોતાની નોકરી છોડી દેવાની ફરજ પડી છે. ઈન્કમ ટેક્ષ ગેજેટેડ ઓફિસર્સ એસોસિએશન (ITGOA)ના ઉપઅધ્યક્ષ ભાસ્કર ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, અમારા વિભાગની પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ખરાબ છે. અહીં કામનું દબાણ ખૂબ જ વધારે છે. આ નાણાકીય વર્ષ દરમિયાન ૨૨થી ૨૩ અધિકારીઓએ નોકરી છોડી દીધી છે.

ભટ્ટાચાર્યએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી કામનું દબાણ ખૂબ જ વધી ગયું છે. આઈટીજીઓએમાં દેશ ભરના ૯,૫૦૦થી વધારે ગેજેટેડ ઓફિસર અધિકારીઓનો સમાવેશ થાય છે. આવક વિભાગમાં અત્યાર સુધીમાં પાંચ લાખ કરોડ રૂપિયાનો ડાયરેકટ ટેકસ જ જમા થયો છે, જે વર્ષ ૨૦૨૦ના નાણાકીય વર્ષે ૧૩.૩૫ લાખ કરોડ રૂપિયાના કુલ બજેટના લક્ષ્યાંકના અડધા કરતા પણ ઓછો છે. આ જ કારણે અધિકારીઓ પર હજી વધારે રેવન્યુ કલેકશન કરવાનો આરોપ છે.

(3:55 pm IST)