Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પેટ્રોલના ભાવ બેકાબૂઃ દિલ્‍હીમાં રૂ.૭૪ અને મુંબઇમાં રૂ.૭૯ને પાર

છેલ્લા પાંચ દિવસથી પેટ્રોલમાં સતત ભાવવધારો, જોકે આજે ડીઝલ યથાવત

નવી દિલ્‍હી તા.૧૮: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત પાંચમાં દિવસે વધારો જોવા મળ્‍યો ચે, જોકે ડીઝલના ભાવમાં આજે કોઇ બદલાવ થયો નથી. છેલ્લા પાંચ દિવસમાં પાટનગર નવી દિલ્‍હીમાં પેટ્રોલ પ્રતિલિટર ૭૫ પૈસા મોંઘુ થઇ ગયું છે. રવિવારે જ દિલ્‍હીમાં પેટ્રોલમાં પ્રતિલિટરે ૧૨ પૈસાનો વધારો ઝીંકાયો હતો. ઇન્‍ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્‍હીમાં લગભગ દોઢ મહિના બાદ ફરીથી પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ.૭૪ને વટાવી ગયો છે.

દિલ્‍હી,મુંબઇ, કોલકાતા અને ચેન્‍નઇમાં આજે પેટ્રોલના ભાવ વધીને અનુક્રમે પ્રતિલિટર રૂા.૭૪.૦૫, રૂ.૭૯.૭૧, રૂા.૭૬.૭૪ અને રૂ.૭૬.૯૭ પર પહોંચી ગયા છે, જયારે ડીઝલના ભાવ અનુક્રમે પ્રતિલિટર રૂ.૬૫.૭૯, રૂ.૬૯.૦૧, રૂ.૬૮.૨૦ અને રૂ.૬૯.૫૪ પર પહોંચી ગયા છે. આમ, મુંબઇ, કોલકાતા અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર ૭૬ને વટાવી ગયો છે. આંતરરાષ્‍ટ્રીય બજારમાં બ્રેન્‍ટ ક્રૂડનો ભાવ ૦.૫ ટકા ઘટીને પ્રતિબેરલ ૬૩.૩૧ ડોલર રહ્યો હતો.

 

(3:18 pm IST)