Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

માર્ચ સુધીમાં એરઇન્‍ડીયા અને બીપીસીએલને વેચી દેવાશેઃ નિર્મલા સીતારમણ સરકારને એક લાખ કરોડનો ફાયદો થશે

નવી દિલ્‍હી  તા. ૧૮ : નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કેન્‍દ્ર સરકાર સાર્વજનિક ક્ષેત્રની બે કંપનીઓ, એર ઇન્‍ડીયા અને ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ (બીપીસીએલ)ને માર્ચસુધીમાં વેચવાની પ્રક્રિયા પુરી કરી લેશે. આ બન્ને કંપનીઓને વેચવાની કેન્‍દ્ર સરકારને એક લાખ કરોડ રૂપિયાનો ફાયદો થશે.

તેમણે કહ્યું કે આ બન્‍ને કંપનીઓ બાબતે અમારી જે યોજના છે તે આગામી વર્ષની શરૂઆત સુધીમાં પુરી થવાની આશા છે આ પહેલા પણ એર ઇન્‍ડીયાને વેચવાની કોશિષ કરાઇ હતી. પણ ત્‍યારે રોકાણકારોએ તેને ખરીદવામા કોઇ ખાસ રસ નહોતો દર્શાવ્‍યો.

સુત્રો અનુસાર આ બે કંપનીઓ શિપીંગ કોર્પોરેશન ઓફ ઇન્‍ડીયા, કોનકોર અને રેલટેલ કોર્પોરેશન જેવી કંપનીઓનો પણ વારો આવી શકે છ.

(4:33 pm IST)