Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પ્રોપર્ટીને આધાર સાથે લીંક કરાવવાનું બનશે ફરજીયાત

સરકાર લાવી રહી છે નવો કાયદોઃ રિયલ એસ્ટેટમાં થતા ગોટાળાને રોકવાની તૈયારીઓ

નવી દિલ્હી તા. ૧૮: રિયલ એસ્ટેટ સેકટરમાં થતા કૌભાંડ રોકવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ પગલું લઇ શકે છે. સરકાર ટુંક સમયમાંજ પ્રોપર્ટીને તેના માલિકના આધાર કાર્ડ સાથે લિંક કરવાના નિર્ણયની જાહેરાત કરી શકે છે.

જો આ નવો કાયદો લાગુ થઇ જશે તો ગેરકાયદે કબજા સામે રક્ષણ મળશે. સાથે જ લોકોને લોન પણ સરળતાથી મળી શકશે. પ્રોપર્ટીની માહિતી પણ પારદર્શક થશે અને છેતરપીંડી પણ ઘટશે. મુખ્ય વાત એ છે કે તેના લીધે પ્રોપર્ટી અંગેના કેસોમાં પણ ઘટાડો થશે.

(1:38 pm IST)