Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ભારતે નિકાસ બંધ કરી દેતા

બાંગ્લાદેશમાં ડુંગળી ૨૨૦ રૂપિયે કિલો

વડાપ્રધાન હસીનાએ ડુંગળી ખાવાની બંધ કરી

ઢાકા, તા.૧૮:  બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા બાદ સરકારે પ્લેન મારફતે તાત્કાલિક ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. જોકે, આ પહેલા બાંગ્લાદેશની વડાંપ્રધાન શેખ હસીના એ પોતાના ભોજનની યાદીમાંથી ડુંગળીને હટાવી દીધી હતી.

ભારત દ્વારા નિકાસ રોકાયા બાદ તેના પડોશી દેશોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભારતમાં ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ડુંગળીના પાકને નુકસાન થયું જેનાથી ઉત્પાદન ઓછું થયું છે. દક્ષિણ એશિયાના દેશોમાં ડુંગળી ભોજનનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને તે રાજકીય રીતે પણ દ્યણું સંવેદનશીલ ખાદ્ય ઉત્પાદન છે.

બાંગ્લાદેશમાં એક કિલો ડુંગળીનો ભાવ સામાન્ય રીતે ૩૦ ટકા (લગભગ ૨૫ રૂપિયા કિલો) રહે છે પરંતુ ભારતથી નિકાસ બંધ થતાં અને ઉપલબ્ધતા ઓછી હોવાના કારણે ડુંગળીના ભાવ ઝડપથી વધીને ૨૬૦ ટકા (ભગભગ ૨૨૦ રૂપિયા કિલો) પર પહોંચી ગયો.

બાંગ્લાદેશની વડાંપ્રધાન શેખ હસીનાના ઉપ-પ્રેસ સચિવ હસન જાહિદ તુષારે એએફપીને કહ્યુ કે, ડુંગળી પ્લેન મારફતે મંગાવવામાં આવી રહી છે. બીજી તરફ વડાંપ્રધાને કહ્યું કે, તેઓએ પોતાના ભોજનમાં ડુંગળીનો ઉપયોગ બંધ કરી દીધો છે. તેઓએ કહ્યુ કે, ઢાકામાં વડાંપ્રધાન આવાસ પર કોઈ પણ ભોજનમાં ડુંગળીનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો.

સ્થાનિક મીડિયા અનુસાર ડુંગળીના અનેક ડિલિવરી મુખ્ય પોર્ટ ચટિગાંવ શહેરમાં રવિવારે પહોંચી છે. જનતાના રોષને જોતાં મ્યાનમાર, તુર્કી,  ચીન અને ઈજિપ્ત (ચ્ક્કિંષ્ટદ્દ)થી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે.

બાંગ્લાદેશના સાર્વજનિક ઉપક્રમ બાંગ્લાદેશ વેપાર નિગમ પણ ૪૫ ટકા પ્રતિ કિલોમાં રાજધાનીમાં ડુંગળીનું વેચાણ કરી રહ્યું છે.

(3:44 pm IST)