Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ભાજપ નેતાઓની પોતે જ ભગવાન વાળી વિચારસરણી સાવ ખોટી દેશમાં મોટા-મોટા બાદશાહ આવ્યા અને ગયા :દેશનું લોકતંત્ર કાયમ

ભાજપથી છાંછડાયેલ શિવસેનાના નેતા સંજય રાઉતએ ફરીવાર કર્યા આકરા પ્રહાર

મુંબઈ : મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે ભાજપના નેતા પોતાનાને ભગવાન સમજી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે તેઓ કંઇપણ કરી શકે છે. ભાજપ નેતાઓની પોતે જ ભગવાનવાળી સોચ ખોટી છે. દેશમાં મોટા-મોટા બાદશાહ આવ્યા અને જતા રહ્યા પરંતુ દેશનું લોકતંત્ર કાયમ છે. તેમણે કહ્યું કે એનડીએ કોઇની પ્રોપર્ટી નથી. તેમણે પ્રશ્ન કર્યો કે કોને પૂછીને અમને નીકાળવામાં આવ્યા છે.

મીડિયા સાથે વાતચીત કરતાં સંજય રાઉતે કહ્યું કે ભાજપ નેતાઓની પોતાની જ ભગવાનવાળી વિચારસરણી ખોટી છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે અમે નહીં ભાજપ જવાબદાર છે. (ભાજપ નેતા) પોતાને જ ભગવાન સમજી રહ્યા છે. કોઇ પોતાનાને ભગવાન ના સમજે. દિલ્હીમાં મોટા-મોટા બાદશાહ આવ્યા અને ગયા. દેશનું લોકતંત્ર કાયમ છે

એનડીએમાંથી નીકાળવાના એલાન પર પણ સંજય રાઉતે નિશાન સાંધ્યું. તેમણે કહ્યું કે નીકાળવાની જાહેરાત બેબુનિયાદ છે. કયા આધાર પર એનડીએમાંથી શિવસેનાને નીકાળ્યું છે. શિવસેના એનીડએને બનાવનાર પાર્ટી છે. અમે હંમેશા એનડીએને સાથ આપ્યો અને જે હંમેશા સાથે રહ્યા તેને નીકાળ્યા છે. કોઇને પણ પૂછયા વગર શિવસેનાને નીકાળવામાં આવ્યું છે.

(12:34 pm IST)