Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ઝારખંડમાં ભાજપના સિનિયર નેતા સરયૂ રાયનો ખુલ્લો મુખ્યમંત્રી સામે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત

ટિકિટ નહીં મળતા નારાજ નેતાએ ચૂંટણી લડવા જાહેરાત કરતા ભાજપના હડકંપ

નવી દિલ્હી : ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા 72 ઉમેદવારોની યાદીમાં પોતાનું નામ નહીં જોઇને નારાજ થયેલા ભાજપના સિ સિનિયર નેતા સરયૂ રાયે ખુલ્લો બળવો પોકાર્યો છે અને રાજ્યના મુખ્ય પ્રધાન રઘુવીર દાસ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપમાં હડકંપ મચ્યો છે

  અગાઉ ઝારખંડ સરકારમાં અન્ન અને જાહેર વિતરણ ખાતાના પ્રધાન રહી ચૂકેલા સરયૂ રાય 2014માં જમશેદપુર પશ્ચિમની બેઠક પર વિજેતા થયા હતા. રવિવારે પક્ષની નેતાગીરી સામે બળવો પોકારતાં તેમણે એવી જાહેરાત કરી હતી કે હું જમશેદપુર પૂર્વ અને જમશેદપુર પશ્ચિમ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે મુખ્ય પ્રધાન રઘુવીર દાસ સામે ચૂંટણી લડીશ. તેમની આ જાહેરાતથી ઝારખંડ ભાજપમાં સન્નાટો ફેલાઇ ગયો હતો. સરયૂ દાસ ભાજપના સિનિયર અને લોકપ્રિય નેતા છે. એમને લાગે છે કે એમને ગંદી રાજખટપટનો શિકાર બનાવવામાં આવ્યા છે.

  રાયે રવિવારે પ્રધાનપદેથી અને વિધાનસભ્યપદેથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી

(12:32 pm IST)