Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય પર છરીથી હુમલો : હુમલાખોરની ધરપકડ

ધારાસભ્ય તનવીર સૈતના સમર્થકોએ હુમલાખોર ફરહાનને ઝડપી પોલીસને સોંપ્યો

બેંગ્લુરુ : કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્ય તનવીર સૈત પર  છરીથી હુમલો થયો હતો. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી હતી.

 આ અંગે મળતી વિગત મુજબ નરસિંહારાજા મતવિસ્તારના આ ધારાસભ્ય વાણી મંડપ વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા જ્યાં એક યુવકે તેમના પર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટના રવિવારે રાત્રે લગભગ પોણા બારની આસપાસ બની હતી.

  તનવીર સૈતને ગરદન અને ખભા પર ગંભીર ઇજા થઇ હતી. પોલીસે તેમને તરત એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. સૈતના ટેકેદારોએ હુમલાખોરને પકડી લઇને પોલીસને સોંપી દીધો હતો.

હુમલાખોરની ઓળખ ઉદયગિરિના રહેવાસી ફરહાન તરીકે થઇ હતી. હુમલો શા માટે કરવામાં આવ્યો એની તપાસ પોલીસ કરી રહી હતી.

(12:12 pm IST)