Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

દિલ્‍હી મેટ્રોમાં પ્રેમી યુગલની વાંધાજનક હરકતોઃ વૃદ્ધ મહિલાએ બંનેને ભારતીય સભ્‍યતા શીખવી

તેમની ભાષાને લઇને વાંધો ઉઠાવ્‍યો તો ગુસ્‍સામાં લાલ થયેલી મહિલાએ તેને લાફો મારવાની ધમકી આપી

 નવી દિલ્‍હીઃ દેશની રાજધાની દિલ્‍હીમાં અવારનવાર મેટ્રોમાં કપલ્‍સના અશ્‍લીલ વીડિયો વાયરલ થતાં રહે છે ત્‍યારે એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા કથિતરૂપે અશ્‍લીલ હરકતો કરનાર એક કપલ પર ભડકી ઉઠી. હતી

આ પ્રેમી પંખીડાઓ મેટ્રોમાં લોકો વચ્‍ચે વાંધાજનક હરકતો કરતાં હતાં જેને જોઇને એક વૃદ્ધ મહિલા તેમના પર ભડકી ઉઠી અને કપલને ભીડ વચ્‍ચે જ ખરી ખોટી સંભળાવી.હતી

 પ્રેમી યુગલે જયારે તેમની ભાષાને લઇને વાંધો વ્‍યક્‍ત કર્યો તો ગુસ્‍સામાં લાલ થયેલી મહિલાએ તેને લાફો મારવાની ધમકી આપી દીધી.  અત્રે ઉલેલ્‍ખનીય છે કે તાજેતરમાં જ દિલ્‍હી મેટ્રોમાં જ એક યુવક અને યુવતીનો લિપ લોક કરતો વીડિયો વાયરલ થયો હતો, જેને લઇને અનેક સવાલ ઉઠ્‍યાં હતાં.

 જયારે યુવક-યુવતીએ પોતે વયસ્‍ક હોવાની વાત કરી તો વૃદ્ધ મહિલા વધારે ભડકી ઉઠી. યુવતીને તેમણે ત્‍યાં જ મારવાની ધમકી આપવા લાગી. વિવાદ વધતો જોઇને ત્‍યાં હાજર લોકોએ મહિલાને શાંત થવાની વિનંતી કરી પરંતુ મહિલા કપલ પર વરસતી જ રહી.

(11:55 am IST)