Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કાશ્‍મીરમાં આતંકીઓએ ફરીવાર ટ્રક અને ડ્રાઈવરને નિશાન બનાવ્‍યા : ટ્રક ભસ્‍મીભૂત

પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્‍તારને ઘેરી લીધો : સર્ચ ઓપરેશન

શ્રીનગર : જમ્‍મુ કાશ્‍મીરમાં આતંકીઓએ ફરી એકવાર ટ્રક અને ડ્રાઈવરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આતંકીઓએ ટ્રકને આગ ચાંપી દીધી હતી. જો કે, ડ્રાઇવર અને તેના સહાયકને કોઈ નુકસાન થયું નથી.

ત્રાલના અમીરાબાદ ગામમાં શનિવારે રાત્રે આતંકવાદીઓએ એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. આ કેસ અંગેની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્‍તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ પહેલા ૧૪ નવેમ્‍બરના રોજ, સામાન્‍ય લોકોમાં ભય ફેલાવવા માટે કપડાની દુકાનદારને ત્રાલ બસ સ્‍ટેન્‍ડ પર આતંકીઓએ ગોળીથી ઠાર માર્યો હતો. મેહરાજુદ્દીન દુકાન નજીક ઉભો હતો ત્‍યારે બપોરના સાડા ત્રણ વાગ્‍યાની આસપાસ આ દ્યટના બની હતી.

(11:30 am IST)