Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

નવા CJI તરીકે જસ્‍ટિસ બોબડેએ શપથ લીધા

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો સમારોહ

નવી દિલ્‍હી, તા.૧૮: તા.રાષ્ટ્રપતિ ભવનમાં જસ્‍ટિસ શરદ અરવિંદ બોબડેનો શપથ સમારોહ યોજાયો. તેઓએ દેશના ૪૭માં મુખ્‍ય ન્‍યાયાધીશ તરીકે શપથ લીધા. નવા CJI તરીકે જસ્‍ટિસ બોબડેએ શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લેવડાવ્‍યા શપથ. આ સમારોહમાં PM મોદી, અમિતશાહ અને મનમોહનસિંહ પણ હાજર રહ્યા હતા. પૂર્વ CJI રંજન ગોગોઈ પણ સમારોહમાં હાજર રહ્યા હતા.

૬૩ વર્ષના જસ્‍ટીસ બોબડે આજે મુખ્‍ય ન્‍યાયધીશના શપથ લીધા. દેશના ૪૭માં મુખ્‍ય ન્‍યાયધીશના તેઓ શપથ ગ્રહણ કર્યા. શરદ અરવિંદ બોબડે રંજન ગોગોઈનું સ્‍થાન લીધું. ૧૭ મહીના સુધી મુખ્‍ય ન્‍યાયધીશના પદ પર બોબડે રહેશે. શરદ બોબડે મહારાષ્ટ્રના વકીલ પરિવારમાંથી આવે છે. ૨૪ એપ્રિલ ૧૯૫૬માં નાગપુરમાં શરદ બોબડેનો જન્‍મ થયો હતો.

૨૪ એપ્રિલ, ૧૯૫૬માં મહારાષ્ટ્રના નાગપુરમાં જન્‍મ

 મહારાષ્ટ્રના વકીલ પરિવારમાંથી આવે છે શરદ બોબડે

નાગપુર વિશ્વવિદ્યાલયથી મેળવી LLBના ડિગ્રી

૨૯ માર્ચ, ૨૦૦૦માં બોમ્‍બે હાઈકોર્ટમાં મુખ્‍ય ન્‍યાયાધિશ તરીકે નિમણૂક

૧૬ ઓક્‍ટોબર, ૨૦૧૨માં મધ્‍યપ્રદેશ હાઈકોર્ટમાં ચીફ જસ્‍ટિસ તરીકે નિમાયા

૧૨ એપ્રિલ, ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી.

જસ્‍ટિસ બોબડેએ આપ્‍યા અનેક મોટા નિર્ણય

અયોધ્‍યા સિવાય જસ્‍ટિસ બોબડે અન્‍ય અનેક મોટા નિર્ણયોમાં સામેલ રહી ચૂક્‍યા છે. ઓગસ્‍ટ ૨૦૧૭માં તત્‍કાલીન ચીફ જસ્‍ટિસ જેએસ ખેહરની અધ્‍યક્ષતામાં ૯ સભ્‍યોની ખંડપીઠનો ભાગ રહી ચૂક્‍યા છે. જસ્‍ટિસ બોબડેએ ગોપનીયતાના અધિકારને મૌલિક અધિકાર ગણાવ્‍યો હતો.

૨૦૧૫માં તે ત્રણ સભ્‍યોની બેંચમાંની એક હતી, જેણે સ્‍પષ્ટ કર્યું હતું કે ભારતના કોઈ પણ નાગરિકને આધાર નંબરની ગેરહાજરીમાં મૂળભૂત સેવાઓ અને સરકારી સેવાઓથી નકારી શકાય નહીં.

(11:24 am IST)