Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

થાપણદારો આનંદો...પ લાખ સુધીની રકમ થશે વીમાથી સુરક્ષિત

હાલ રૂા.૧ લાખ સુધીની રકમને મળે છે સુરક્ષા : ૧૯૯૩ બાદ પહેલીવાર વધશે રકમ

મુંબઇ તા.૧૮ : દેશમાં બેંકમાં જમા રકમના વીમાને બે વર્ગમાં વહેંચી શકાય છે છૂટક વીમા કવરને હાલની ૧ લખની લીમીટથી વધારીને પ લાખ કરવાનો પ્રસ્‍તાવ છે. આનો અર્થ એવો છે કે જો બેંક ડૂબે તો તમારા ખાતામાં જમા રકમમાંથી ઓછામાં ઓછા પ લાખ રૂપિયા તમને પાછા મળી શકેછે સાજે જ જથ્‍થાબંધ ડીપોઝીટરો માટે રપ લાખ રૂપિયાની એક નવી યોજના શરૂ કરી શકાય છે જો આ યોજના અમલમાં મુકાશે તો ૧૯૯૩ પછી આ પહેલી વાર બનશે કે જમા રકમનો વીમો વધારવામાં આવશે આ પહેલા ૧૯૯રમાં શેર કૌંભાડના કારણે બેંકોના કરોડો રૂપિયા ડુબ્‍યા પછી ૧ મે ૧૯૯૩ ના રોજ તેમાં છેલ્લો ફેરફાર કરાયો હતો તેના પહેલા આ મર્યાદ ૩૦૦૦ રૂપિયા હતી જે ૧ જુલાઇ ૧૯૮૦ થી અમલી હતી.

એક અધિકારીએ કહ્યું કે તેમને સંપૂર્ણ આશા છે કે નાણા મંત્રાલય જમા વીમાની લીમીટ વધારવાના પ્રસ્‍તાવને મંજુરી આપી દેશે. તેમણે કહ્યું કે ઘણા સમયથી આની જરૂરીયાત અનુભવાઇ રહી છે.ે પણ તેમને એ ખાતરી નથી કે જથ્‍થાબંધ જમાકર્તાઓ માટે યોજનાની જાહેરાત જમા વીમા સાથે થશે કે નહી પણ એટલુ સ્‍પષ્‍ટ છે કે બેંકો દ્વારા અપાનાર પ્રિઝીયમમાં વધારાની શકયતા નથી. બેંક જમા વીમા માટે ડીપોઝીટ ઇન્‍સ્‍યોરન્‍સ એન્‍ડ ક્રેડીટ ગેરેંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) ને ૧૦૦ રૂપિયા પ્રિમીયમ ચુકવે છે જમા વીમાની રકમ વધવાથી બેંકો પર નાણાકીય બોજ વધશે.

(10:38 am IST)