Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મહારાષ્‍ટ્રઃ આજે સરકાર રચવાની તસ્‍વીર સ્‍પષ્‍ટ થશેઃ પવાર-સોનિયા વચ્‍ચે બેઠક

સૌની નજર આ બેઠક તરફ

મુંબઇ, તા.૧૮: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવે ૨૫માં દિવસે પણ મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ગરમાવા વચ્‍ચે શિવસેનાનું સરકાર રચવાને લઈને સપનું સાકાર થઈ શકયું નથી. કોંગ્રેસ અને એનસીપી પણ પોતાના હિતોને ધ્‍યાનમાં રાખીને સરકાર રચવા તરફ આગળ વધી રહી છે.

અંતિમ નિર્ણય દિલ્‍હીમાં કોંગ્રેસ અધ્‍યક્ષા સોનિયા ગાંધી પર નિર્ભર છે. આથી એનસીપીના વડા શરદ પવાર અને સોનિયા ગાંધી આવતીકાલ સોમવારે દિલ્‍હીમાં બેઠક યોજાશે અને મંગળવારે બન્ને કોંગ્રેસના નેતાઓની સંયુક્‍ત બેઠકમાં મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બનશે કે નહિં તે જાહેર થશે. અત્‍યારે રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

દરમિયાન, એનસીપીના વડા શરદ પવારે સંકેતો આપ્‍યા હતા કે સરકાર રચવા થોડાક દિવસ લાગશે. જોકે શિવસેના પ્રમુખ દિવંગત બાળાસાહેબ ઠાકરેની આજે પુણ્‍યતિથિએ મહારાષ્ટ્રમાં શિવસેના- કોંગ્રેસ- એન.સી.પી.ના ગઠબંધનની મહાશિવ આદ્યાડીની સરકાર રચવાનું જાહેર કરાશે એવી શિવસેનાને આશા હતી. પણ તે શક્‍ય બન્‍યું નથી.

મહારાષ્ટ્રમાં પુણે સ્‍થિત એન.સી.પી.ના વડા શરદ પવારના નિવાસ સ્‍થાને એન.સી.પી.ની કોર કમિટિની બેઠક યોજાઈ હતી. એમાં રાજકીય સમીકરણ પર ગંભીર ચર્ચા થઈ હતી. કોમન મિનિમમ પ્રોગામમાં તૈયાર કરાયેલા ડ્રાફટ પર ચર્ચા થઈ હતી.

(10:42 am IST)