Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

દિલ્હીમાં સાંસદ ગૌતમ ગંભીરના ગૂમ થયાના લાગ્યા પોસ્ટર

પ્રદુષણ અંગે દિલ્હી-એનસીઆરમાં બેઠકમાં ગેરહાજર રહેતા બેઠક રદ કરવી પડી

નવી દિલ્હી : ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનો ઈન્દોરમાં જલેબી ખાતાનો ફોટો વાયરલ થયો હતો, જેને લઈને તેમની ઘણી ટીકા થઇ હતી તેમના પર આરોપ લગાવામાં આવ્યો હતો કે એક બાજુ જ્યાં દિલ્હી પ્રદુષણ પરેશાન છે,ત્યારે તેઓ દિલ્હીના સાંસદ ઈન્દોરમાં જલેબીની માજા માણી રહ્યા છે. ગૌતમ ગંભીર પરના આક્ષેપો બાદ હવે દિલ્હીમાં ગૌતમ ગંભીરના પોસ્ટર લગાવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ પર લાપતા લખ્યું છે, તેની સાથે ગૌતમ ગંભીરની ફોટો લગાવામાં આવી છે. આ પોસ્ટરમાં લખવામાં અવાયું છે કે 'શું આમને તમે જોયા છે. છેલ્લી વાર ઇન્દ્રૌરમાં જલેબી ખાતા જોવા મળ્યા હતા. હવે સંપૂર્ણ દિલ્હી તેઓને શોધી રહી છે.'

ગૌતમ ગંભીર વિશે આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે જવાબદાર વિભાગોના અધિકારીઓ પ્રદૂષણ અંગે દિલ્હી-એનસીઆરમાં બોલાવેલ બેઠકમાં પહોંચ્યા ન હતા, જેના કારણે બેઠક રદ કરવી પડી હતી. સંસદની સ્થાયી સમિતિની બેઠકમાં તેના કાયમી સભ્યો હેમા માલિની અને ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા ન હતા. જ્યારે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીના લોકસભા સાંસદ પણ છે.

(12:00 am IST)