Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

પંજાબમાં હુક્કાબાર પર કાયમી પ્રતિબંધ મુકાયો ગુજરાત-મહારાષ્ટ્ર બાદ પ્રતિબંધ

નવીદિલ્હી, તા. ૧૮ : પંજાબમાં હુક્કાબાર ઉપર હંમેશ માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પ્રમુખ રામનાથ કોવિંદે તમાકુના ઉપયોગને રોકવા માટે રાજ્યમાંથી બિલને આખરે લીલીઝંડી આપી દીધી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હુક્કાબાર પર પ્રતિબંધ મુકનાર પંજાબ ત્રીજુ રાજ્ય બન્યું છે. હુક્કાબાર ઉપર હમેશ માટે કાયદા મારફતે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના અધિકારીઓના કહેવા મુજબ ગુજરાત અને મહારાષ્ટ્રમાં હુક્કાબાર ઉપર પ્રતિબંધ પછી હવે પંજાબમાં પણ આ પ્રકારની જોગવાઈ ધરાવતા બિલને મંજુરી આપી દેવાઈ છે. યુવતીઓ સહિત યુવા પેઢીના લોકો મોટાભાગે હુક્કામાં હાર્ડ અને સોફ્ટ ડ્રગ્સનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ફરિયાદો મળ્યા બાદ આખરે પંજાબમાં હુક્કાબાર ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરાયો છે. હુક્કા અથવા તો સીસાબાર એક પ્રકારના ડ્રગ્સના ઉપયોગ સમાન છે. જે જગ્યા પર હુક્કાઓનો ઉપયોગ થઇ રહ્યો હતો તે કાફેના માલિકો દ્વારા સોફ્ટ ડ્રગ્સ માટે યુવાનોને સુવિધા આપવામાં આવી રહી હતી. આખરે આ નુકસાનકારક હુક્કા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

(8:58 pm IST)