Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

કોંગ્રેસને બસપા અને હવે સપા સાથે મહાગઢબંધન મુશ્કેલ

સીટની વેહચણી અંગે વાંધો ઉઠાવી રાજ્યોની વિધાન સભામાં અલગથી ચૂંટણી લડતા માયાવતી અબ્દ અખિલેશ યાદવે પણ ધોક્કો પછાડ્યો

નવી દિલ્હી :ભાજપ વિરુદ્ધ મહાગઢબંધન મામલે કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે સીટોને લઇને બસપાના માયાવતીએ પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે  માયાવતીએ અહીં ગઠબંધન ન કરવા માટે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે.

   તેમણે સીટ શેયરિંગમાં બસપાને યોગ્ય હિસ્સો નહીં આપવાની વાત કહીને જાહેરાત કરી નાખી કે કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં થાય. બસપા હવે આ રાજ્યોમાં બીજા ક્ષેત્રીય પક્ષોની સાથે ગઠબંધન કરી મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ કોંગ્રેસ સાથે વિધાનસભા ચૂંટણીઓમાં ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી હતી 

(5:26 pm IST)