Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

BJPએ ટિકિટ કાપતા મહિલા ધારાસભ્ય દીયા કુમારીએ કર્યો અનોખો વિરોધ: પાર્ટીનો વિરોધ કરવા માર્કેટ બંધ કરવાનું આહવાન

 

રાજસ્થાન: વિધાનસભાની ચૂંટણીએ રાજસ્થાનમાં રાજકારણ ગરમાવી દીધું છે, હાલમાં તો ટિકિટ વહેંચણીનું કામ ચાલી રહ્યું છે, જેમાં ઘણા ઉમેદવારો ટિકિટ ન મળવાથી નારાજ પણ જણાય રહ્યા છે, તેમાં એક મહિલા ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના સવાઇ માધોપુરમાં ટિકિટ ન મળવા પર વિરોધની એક નવી રીત સામે આવી છે. આ સીટ પર BJPએ હાલના ધારાસભ્ય દીયા કુમારીને ટિકિટ નથી આપી, એટલે પાર્ટીનો વિરોધ કરવા માર્કેટ બંધ કરવાનું આહવાન તેમણે કર્યું હતું.

ટિકિટ ન મળવાથી નારા દીયા કુમારીના સમર્થકો શનિવારના રોજ એકઝુટ થયા અને તેમને ટિકિટ ન આપવાના ફેંસલાનો વિરોધ કરવાની રણનીતિ પર ચર્ચા કરી હતી. પાર્ટીના જ નેતા દેવેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પાર્ટીના આ ફેસલાના વિરોધમાં સર્વસંમતિથી રવિવારના રોજ બપોરે 12 કલાકે બજાર બંધ રાખવાનું આહવાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ દીયા કુમારીના સમર્થકોએ માર્કેટ બંધ કરાવવા માટે જનસંપર્ક કર્યો હતો.

જનસંપર્ક દરમિયાન દીયા કુમારીના સમર્થક નારેબાજી કરી રહ્યા હતા. આની સુચના મળતા જ કોતવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઘણી સમજાવટ બાદ પોલીસે મામલો શાંત કરાવ્યો હતો. BJPએ પોતાના ઉમેદવારોની ટિકિટની યાદી બહાર પાડી હતી, જેમાં હાલના ધારાસભ્ય હોવા છતા દીયા કુમારીની જગ્યાએ આશા મીણાને ટિકિટ આપવામાં આવી હતી.

(3:33 pm IST)