Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

અમેરિકામાં BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર, રોબિન્‍સવિલ્લે ન્‍યજર્સી મુકામે દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ સતત પ દિવસ સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત દીવડાઓ પ્રગટાવી, રંગોળી પૂરી, રોશનીના ઝગમગાટ સાથે ફટાકડાની આતશબાજી તથા અન્નકુટ દર્શનનો લહાવો લઇ ભકતો ધન્‍ય બન્‍યા

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ. માં BAPS  શ્રી  સ્‍વામિનારાયણ મંદિરના  ઉપક્રમે સમગ્ર નોર્થ અમેરિકામાં ભારતનો લોકપ્રિય  તથા અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતો તહેવાર દિવાળી ઉત્‍સવ ઉજવાઇ ગયો. જે અંતર્ગત રોબિન્‍સ વિલ્લે ન્‍યુજર્સી મુકામે પણ સતત પાંચ દિવસ સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત દિવડાઓ પ્રગટાવી શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને  અન્નકુટ ધરાવી ભકતજનો ધન્‍ય બન્‍યા હતા.  ફટાકડાની આતશબાજી સાથે નૂતન વર્ષાભિનંદન પાઠવી સહુ ભાવિકોએ  શ્રી સ્‍વામિનારાયણ ભગવાન, પૂ. મહંત સ્‍વામી તથા સંતોના આર્શિવાદ મેળવ્‍યા હતા. તથા અન્નકુટ પ્રસાદ મેળવ્‍યો હતો.

પૂજય મહંત સ્‍વામીએ આ તહેવાર નિમિતે  વિશ્વ ભારત સહુ ભકતજનો ઉપર શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની સતત કૃપા વરસતી રહે તેવા આર્શિવાદ પાઠવ્‍યા હતા. તથા સહુ સુખી, તંદુરસ્‍ત અને સમુદ્ધ બને તેવી કામના વ્‍યકત કરી હતી તેવું શ્રી લેનિન જોશીની યાદી જણાવે છે.

(1:42 pm IST)
  • દાહોદ શેસન્સ કોર્ટ સાથે છેતરપિંડી કરનાર વકીલની ધરપકડ:અકસ્માત સબંધી વળતર મળી ગયા છ્ત ફરીથી વળતર માટે અરજી કરતાં વકીલ સામે ગુનો દાખલ:વકીલ એ.ડી.સતનામી વિરુદ્ધ દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોધાઈ:પોલીસે આરોપી વકીલ ની ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યા access_time 10:42 pm IST

  • રાહુલ ગાંધીએ આપ્યો PM નરેન્દ્ર મોદીને પડકાર:રાફેલ મુદ્દે ડિબેટ અંગે રાહુલનો PMને પડકાર:મોદી મારી સાથે 15 મિનિટ ચર્ચા કરેઃ રાહુલ:કોઈપણ મંચ પર PM સાથે ચર્ચા માટે તૈયારઃ રાહુલ access_time 12:41 pm IST

  • દાહોદ સબજેલ માંથી ટીવી મળી આવ્યુ: નનામી અરજીના આધારે ઉચ્ચ અધિકારી ઓએ લીધી જેલની મુલાકાત:અરજીમાં અમુક કેદીઓને વિશેષ સુવિધા અપાતી હોવાની રજુઆત :કલેક્ટર, પ્રિન્સિપાલ જજ, એસ.પી સહિત ના અધિકારીઓ જેલ ખાતે પહોંચ્યા:જેલ માં લાંચ ના કેસ માં મામલતદાર ,ઇન્કમટેક્સ ઓફિસર સહિતના કેદીઓ સજા ભોગવી રહ્યા છે:બીનઅધિકૃત વસ્તુઓ મળી આવતા અનેક તર્ક વિતર્ક:આ સબધે તપાસ હાથ ધરાઈ access_time 10:47 pm IST