Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

મધ્‍યપ્રદેશમાં આજે કમલનાથના ગઢમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની રેલીને લોકોને સંબોધિત કરશે

નવી દિલ્‍હી :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મધ્ય પ્રદેશમાં છે. પીએમ આજે છિંદવાડા અને ઈન્દોરમાં જનસભા કરવાના છે. ઈન્દોર કોંગ્રેસ નેતા કમલનાથનું ગઢ પણ છે. બીજી તરફ બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ ચૂંટણી રેલીઓ કરીને લોકોને સંબોધિત કરશે. મધ્ય પ્રદેશમાં આજે અમિત શાહની આઠથી વધારે જનસભાઓ છે.

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીથી બીજા તબક્કા માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે. જેના કારણે આજે સાંજે પ્રચાર થંભી જશે. જેથી આજે સ્ટાર પ્રચાર એડીચોટીનો જોર લગાવવાની કોશિષ કરશે. આજે 72 સીટો પર થનાર વિધાનસભા ચૂંટણી પ્રચાર થંભી જશે. આ વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન વચનો અને વાયદાઓની રાજનીતિ જોવા મળશે.

રાજસ્થાન વિધાનસભામાં ચૂંટણીને લઈને રાજનીતિ ચરમસિમા પર

વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનની રાજનીતિમાં પણ હાલમાં ગરમાઇ ગઈ છે. બીજેપી અને કોંગ્રેસ બંને એકબીજાને માત આપવા માટે નવી વ્યૂહરચનાઓ બનાવી રહી છે. આવો જ એક દાવ શનિવારે કોંગ્રેસે સીએમ રાજેને તેમના જ ગઢમાં માત આપવા માટે નવી રમત રમી છે. હાલમાં જ બીજેપીનો સાથ છોડીને કોંગ્રેસમાં એન્ટ્રી કરનાર કેન્દ્રીય મંત્રી જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને સીએમ રાજે સામે ઝાલરાપાટનથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

છત્તીસગઢમાં ચૂંટણી આયોગ સક્રિય

તો બીજી તરફ છત્તીસગઢમાં પણ રાજકારણ પોતાની ચરમસિમા પર છે. રાજકારણ વત્તાકાર-ઓછાકાર, જોડ-તોડ પ્રતિદિવસે નવા સમીકરણને જન્મ આપી રહ્યાં છે. તે ઉપરાંત છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલી પ્રક્રિયા હેઠળ ચૂંટણી આયોગ દ્વારા રાજ્યના બધા જિલ્લાઓમાં દારૂ અને માદક દ્રવ્યોને અવૈધ વ્યાપારીઓ પર બાજ નજર રાખી રહ્યું છે.

(12:12 pm IST)