Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ગાજાની ખુવારી ૪૦: એંસી હજાર બેઘરઃ કેન્‍દ્ર પાસે ભંડોળ માગતુ રાજય

તમિળનાડુના ૬ કાંઠાળ સહિત ૯ જીલ્લાઓને  તથા પુન્‍ડુચેરીના કારાઇકલને ધમરોળનાર ચક્‍વાતી તોફાનનો ખુવારી આંક ૪૦ થયો છે. અને રાહત છાવણીમાં આશરો લઇ રહેલા ૮૦ હજાર બેઘર લોકો ખોરાક,પાણી તથા અન્‍ય સુવિધાઓની ખેંચ વેઠી રહ્યા છે. આ આપત્તિનો સૌથી વધુ માર વેઠનાર કાવેરીનો મુખત્રિકોણ પ્રદેશ આજે સતત ત્રીજા દિવસે વીજપુરવઠા વિહોણો રહેવા પામ્‍યો હતો. ઝંઝાવતી તોફાનને કારણે  ધરાશયી થયેલા અસંખ્‍ય વૃક્ષોના કારણે અનેક અસરગ્રસ્‍તો માટેના રાહત પગલા કે તબીબી સહાય પહોંચાડી શકાયા ન હતા. મુખ્‍યમંત્રી ઇકે પલાનીસ્‍વામી આવતીકાલે અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં જનાર છે. રાજય સરકારે  બચાવ અને પુનઃવર્સન કામગીરીઓ હાથ ધરવાને ભંડોળ છૂટું કરવા  કેન્‍દ્રને વિનંતી કરી છે.

(12:08 pm IST)