Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

તાજમહેલમાં નમાજ પઢયા બાદ હવે પૂજા-અર્ચના પણ કરવામાં આવી : બજરંગ દળે તાજમહેલમાં પૂજા કરી, આવનાર સમયમાં પણ પૂજા ચાલુ રાખવાનુ એલાન

નવી દિલ્‍હી :  તાજમહેલમાં નમાજ પઢયા બાદ હવે પૂજા-અર્ચના પણ કરવામાં આવી છે. તાજમહેલની મસ્જિદમાં બજરંગદળે ધૂપ કરીને પૂજા કરી છે સાથે ગંગાજળ આપ્યુ. આ મસ્જિદનું એ સ્થાન છે, જ્યાં મહિલાઓ દ્વારા નમાજ પઢવામાં આવે છે. આ પૂજા બજરંગદળની મહિલા સભાની જીલ્લા અધ્યક્ષ મીના દિવાકરે કરી છે સાથે દિવાકરે આગળ પણ પૂજા કરવાનું એલાન કર્યું છે.

તાજેતરમાં જ તાજમહેલમાં નમાજ પઢવાના વિરોધમાં રાષ્ટ્રીય બજરંગદળે તાજમહેલમાં પૂજા કરવાનું એલાન કર્યું હતુ. ASIએ તાજમહેલની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો હવાલો આપતા શુક્રવાર સિવાય અન્ય દિવસે નમાજ પર રોક લગાવી હતી. પરંતુ 14 તારીખ મંગળવારે મુસ્લિમ સમુદાયના લોકોએ રોક બાદ તાજમહેલમાં નમાજ પઢી હતી.

(12:00 pm IST)