Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

રેપની ઘટના પર CM મનોહર લાલ ખટ્ટરનું શરમજનક નિવેદન: રેપ અને છેડતી જેવા મામલામાં છોકરીઓ અને મહિલાઓને દોષી ગણાવી

નવી દિલ્‍હી :  રેપ જેવા ગંભીર અપરાધ પર હરિયાણાના CM મનોહર લાલ ખટ્ટરે શરમજનક નિવેદન સામે આવ્યું છે. ખટ્ટરે રેપ અને છેડતી જેવા મામલામાં છોકરીઓ અને મહિલાઓને દોષી ગણાવી છે. તેમણે કહ્યું કે 80 ટકાની ઘટનાઓ છોકરીઓ જાણનાર કરે છે. પહેલા બન્ને સાથે ફરે છે અને બાદમાં કંઈ ગડબડ થઈ તો રેપનો આરોપ લગાવી દે છે.

હરિયાણાના કાલકામાં એક કાર્યક્રમમાં CM રેપ પર ચિંતા વ્યકત કરતા પ્રદેશમાં રેપની ઘટનાઓ સામે આવે છે, તો આ પ્રચાર કરવામાં આવે છે કે રેપની ઘટનાઓ વધી ગઈ છે. પરંતુ હુ કેહવા માગુ છુ કે રેપ નથી વધ્યા. રેપ પહેલા પણ થતા હતા અને આજે પણ થાય છે. આને લઈને ચિંતા વધી ગઈ છે. સૌથી મોટી ચિંતાએ વાતની છે કે રેપ અને છેડતીની ઘટનાઓ 80થી 90 ટકા જાણકારોની વચ્ચે થતી હોય છે.

 

(11:57 am IST)