Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

૧૯૭૧માં ભારત-પાક. જંગના હીરો બ્રિગેડિયર ચાંદપુરીનું નિધન

રિયલ હીરોનું નિધનઃ બોર્ડરમાં સની દેઓલે ભજવ્‍યો હતો તેમનો રોલ

ચંદીગઢ, તા.૧૭: ૧૯૭૧ના ભારત-પાકિસ્‍તાન યુદ્ધ દરમિયાન લોંગેવાલા પોસ્‍ટ પર થયેલી જંગના હીરો બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીનું નિધન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા. ચાંદપુરીએ શનિવારે મોહાલીની ફોર્ટિસ હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ કેન્‍સરની સારવાર કરાવી રહ્યાં હતા. લોંગેવાલામાં બહાદુરી દેખાડવા બદલ ચાંદપુરીને મહાવીર ચક્રથી સન્‍માનિત કરવામાં આવ્‍યાં હતા.

જેપી દત્તાની ફિલ્‍મ બોર્ડર લોંગેવાલાની લડાઈ પર આધારિત હતી. જેમાં સની દેઉલે ચાંદપુરીનો રોલ ભજવ્‍યો હતો. ત્‍યારે તેઓ મેજર હતા. લોંગેવાલામાં બ્રિગેડિયર ચાંદપુરીએ ૯૦ જવાનોની સાથે પાકિસ્‍તાનના ૨૦૦૦ સૈનિકો પર જીત મેળવી હતી.

કુલદીપ સિંહનો જન્‍મ ૨૨ નવેમ્‍બર, ૧૯૪૦નાં રોજ અવિભાજિત ભારતના પંજાબ ક્ષેત્રમાં થયો હતો. જે બાદ પરિવાર પૈતૃક ગામ ચાંદપુર રુડકી આવી ગયો હતો, જે પંજાબના બલચૌરમાં છે. ચાંદપુરી માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. તેઓએ ૧૯૬૨માં હોશિયારપુર કોલેજથી ગ્રેજયુએશન કર્યું. આ દરમિયાન ફઘ્‍ઘ્‍દ્ગક્ર સક્રિય સભ્‍ય પણ રહ્યાં.

- કુલદીપ સિંહ ૧૯૬૨માં ભારતીય સેનામાં સામેલ થયાં. તેઓએ ચેન્નાઈના ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીથી કમીશન પ્રાપ્ત કર્યું અને પંજાબ રેજીમેન્‍ટની ૨૩મી બટાલિયનનો ભાગ બન્‍યાં. તેઓએ ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં ભાગ લીધો હતો. જંગમાં તેમની વીરતાની ઘણી પ્રશંસા મળી હતી.

 

(11:48 am IST)