Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ફાંસીના માચડે ચઢવાનું પસંદ કરશે, પરંતુ ભાજપ સાથે ક્યારેય જોડાણ કરશે નહીં. ; અજિત જોગી

ભાજપને સમર્થનની અટકળ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીએ ફગાવી

 

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા પ્રથમ તબક્કાનું મતદાન થયું છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગીએ કહ્યું કે તેઓ કોઈપણ શરતે ભાજપને સમર્થન આપશે નહીં  જેનાથી ભાજપના સમર્થનની અટકળો પર સંપૂર્ણ રીતે વિરામ લાગી ગયુ છે.

 તેમણે કહ્યું, “હું સપનામાં પણ વિચારી શકતો નથી કે ભાજપની સાથે ગઠબંધન કરું, હું તેમને કોઈ શરતે સમર્થન કરીશ નહીં અને તેનાથી સમર્થન પણ લઈશ નહીં.”

છત્તીસગઢમાં મીડિયા સાથે વાતચીત કરતા અજીત જોગીએ કહ્યું કે તેઓ ફાંસીના માચડે ચઢવાનું પસંદ કરશે, પરંતુ ભાજપ સાથે ક્યારેય જોડાણ કરશે નહીં.

  અત્રે ઉલ્લેખનીય છે કે આખો મામલો એટલા માટે થયો કારણકે પહેલા જોગીએ કહ્યું હતું કે રાજનીતિમાં કોઈ પણ સંભાવનાનો ઈનકાર કરી શકાય તેમ નથી. બહુમત ના મળવાની સ્થિતિમાં તેઓ ભાજપ સાથે જોડાણ કરી શકે છે. બે દિવસ પહેલા રાજનાથસિંહે તેમના ગઢ મરવાહીમાં પ્રચાર કરતા કહ્યું હતું કે જો જોગીને રાજનીતિ કરવી હતી તો તેઓ ભાજપમાં આવી જતા, જબરજસ્તી પરેશાન થઈ રહ્યાં છે. ત્યારબાદ રાજકીય નફા-નુકસાનનો અંદાજ કર્યા બાદ જોગીએ નિવેદન આપ્યું છે

(12:00 am IST)