Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

આરજેડી સુપ્રીમો લાલુ યાદવની બગડતી તબિયત :હવે ઉઠવા-બેસવામાં પણ તકલીફ

આરજેડીના ધારાસભ્ય રેખા દેવી રિમ્સ હોસ્પિટલ પહોંચ્યા

રાંચીઃ આરજેડીના સુપ્રીમો લાલુ યાદવની તબિયત વધુ ખરાબ થઈ છે અને તેમના સ્વાસ્થ્યમાં કોઈ પણ સુધારો જોવાતો નથી આરજેડીનાં ધારાસબ્ય રેખા દેવી લાલુ યાદવની તબિયત પુછવા માટે રિમ્સ પહોંચ્યા હતા અને તેમણે મીડિયાને આરજેટી સુપ્રીમોની બગડી રહેલી તબિયત અંગે માહિતી આપી હતી.  

  રેખા દેવીએ જણાવ્યું કે, લાલુ યાદવની તબિયત ધીમે-ધીમે વધુ બગડી રહી છે. તેઓ બેસી શકતા નથી

કે ઊભા થઈ શક્તા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, લાલુ યાદવનું બ્લડ શુગર લેવલ પણ વધી ગયું છે. 

લાલુ યાદવનો વધુ સારી રીતે ઈલાજ થઈ શકે તે માટે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે તેમણે માગ કરી છે. 

(1:16 am IST)