Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

આધુનિક ભારતીય એડવર્ટાઈઝિંગના પિતામહ તરીકે જાણીતા અલેક પદ્મસીનું 90 વર્ષની વયે દુઃખદ નિધન

ફિલ્મ ગાંધીમાં જીન્નાહની ભૂમિકા પણ ભજવેલ :લલિતાજી અને સર્ફ,લિરિલ સાબુ ગર્લ અને આઈલવ યુ રસના જેવી યાદગાર એડના સર્જક

 

મુંબઈ :આધુનિક ભારતીય એડના પિતામહ તરીકે જાણીતા અલેક પદ્મસીનું  દુઃખદ નિધન થયું છે તેઓ 90 વર્ષના હતા. તેમણે લિંટાસ નામની એડવર્ટાઈઝિંગ કંપનીની સ્થાપના કરી હતી. અલેક પદ્મસીએ તેમના કરિયરમાં લિરિલ, હમારા બજાજ અને કામસૂત્ર જેવી બ્રાન્ડ્ઝ માટે ઘણી લોકપ્રિય એડવર્ટાઈઝમેન્ટ્સ બનાવી હતી.

  તેમણે 1982માં આવેલી ફિલ્મ ગાંધીમાં મોહમ્મદ અલી જિન્નાહનો રોલ કર્યો હતો. તેઓ નાટકના ક્ષેત્રે પણ સતત કાર્યરત રહ્યા હતા. તેઓને વર્ષ 2000માં પદ્મશ્રી અને 2012માં સંગીત નાટક એકેડમી ટાગોર રત્ન એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
  1970
ના દાયકામાં આવેલી એડવર્ટાઈઝમેન્ટ દ્વારા સર્ફ લોકોના ઘર સુધી પહોંચ્યું હતું. ચમકદાર ઉજળી સાડી પહેરેલી લલિતાજીને 1969માં આવેલી નિરમાની એડને ટક્કર આપવા માટે બનાવવામાં આવી હતી
.બજાજ ઓટોની સૌથી લોકપ્રિય એડ હતી. વર્ષ 1989માં આવેલી એડ ભારતીય મિડલ ક્લાસ માટે એક રાષ્ટ્રગીત સમાન જાણીતી થઈ ગઈ હતી. લોકો હજુ પણ એડને જોતા તેમના બાળપણમાં સરી પડે છે
.વર્ષ 1974માં લિરિલ સાબુની એડવર્ટાઈઝમેન્ટે ધૂમ મચાવી દીધી હતી. આજે પણ લિરિલનું નામ સાંભળતા લોકોના મનમાં તેની ધૂન લાલાલા, લા, લા, લા વાગવા માંડે છે. ઓડિયો વિઝ્યુઅલ માટે એક શાનદાર એડ હતી.
 
પોલિશ કંપની ચેરી બ્લો બ્લોસમ માટે એડ બનાવવામાં આવી હતી. જેમાં ચાર્લી ચેપ્લિનને યાદ કરવામાં આવ્યા હતા. એડની ટેગલાઈન હતી કે શું તમે તમારા જૂતા પોલિશ કરો છો
  1980 અને 90ના દાયકામાં રસનાની એડ આવી હતી કે જેમાં એક નાની છોકરીએ તેના અંદાજમાં આઈ લવ યૂ રસના બોલીને લોકોના દિલ જીતી લીધા હતા. લોકો હજુ પણ એડને જોતા ખુશ થઈ જાય છે.

(12:41 am IST)