Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જમ્મુ કાશ્મીરમાં આતંકની જધન્ય ઘટના ;19 વર્ષીય યુવકનું અપહરણ કરીને ગળું કાપી નાખ્યું : અરેરાટી

સેનાનો બાતમીદાર હોવાની આશંકાએ નાગરિકની કાયરતાપૂર્ણ હત્યાથી હાહાકાર

 

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકની જધન્ય ઘટના બનતા હાહાકાર મચી ગયો છે સેનાનો બાતમીદાર હોવાની શંકાએ આતંકીવાદીઓએ એક નાગરિકની ક્રૂર હત્યા કરી છે આતંકીઓએ શનિવારે શોપિયામાં 19 વર્ષના યુવક્નું અપહરણ કરી તેની હત્યા કરી નાખી હતી

 એક પોલીસ ઓફિસરે આપેલી જાણકારીમાં જણાવાયું કે આતંકવાદીઓએ શનિવારે શોપિયા જિલ્લામાં આતંકની જઘન્ય ઘટનામાં એક નાગરિકની હત્યા કરી દીધી. ધોળા દિવસે સેદપુરા વિસ્તારમાં અપહરણ કરવામાં આવ્યું હતું.

   જાણકારી પ્રમાણે દક્ષિણ કાશ્મીરના જિલ્લામાં હરમાઇ ગામમાં એક બગીચામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેનું માથું કપાયેલું હતું. મૃતકની ઓળખ નજીક આવેલા કુલગામ જિલ્લાના મંઝગામ રહેવાસી હુજેફ અશરફ તરીકે કરવામાં આવી છે, અધિકારીએ જણાવ્ જણાવ્યું કે હુજેફનો મૃતદેહ તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.

   મામલે પ્રતિક્રિયા આપતા પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટર પર લખ્યું કે વધુ એક યુવાનની કાયરતાપૂર્ણ હત્યા, વખતે આતંકીઓએ ગળું કાપી નાખ્યું. આપણા સમાજ અને સંઘર્ષમાં પ્રકારની બર્બરતાને કોઇ જગ્યા નથી અને તેનાથી કોઇ ફરક નથી પડતો કે તેના પર કેવી સફાઇ આપવામાં આવે છે.

  પોલીસે જણાવ્યું કે આતંકીઓએ સફાઇનગરી વિસ્તારના રહેવાસી નદીમ મંજૂરનું ગુરુવારની રાતે અપહરણ કર્યું હતું ત્યારબાદ તેની હત્યા કરી હતી.

(12:28 am IST)
  • અમદાવાદ:રૂ.260 કરોડના કૌભાંડનો મામલો વિનય શાહના વિદેશ પ્રવાસની વિગતો મંગાવી : CID ક્રાઈમ દ્વારા પ્રવાસની વિગતો મંગાવવામાં આવી :ઈમિગ્રેશન વિભાગ પાસેથી મગાવામાં આવી માહિતી : વિનયના કોર ગ્રૂપના સભ્યો,એજન્ટોના વિદેશ પ્રવાસની માહિતી ટાર્ગેટ પૂર્ણ કરનાર એજન્ટોને વિદેશની ટુર પર મોકલાતા હતા access_time 1:06 pm IST

  • મહિનામાં ભારત પરત ફરી શકે મેહુલ ચોકસી:PNB કૌભાંડનો આરોપી છે મેહુલ ચોકસી:વકીલ દ્વારા મેહુલ ચોકસીનો કરવામાં આવ્યો બચાવ:મેહુલ સારવાર માટે ગયો હતો અમેરિકાઃ વકીલ:મેહુલની વીડિયો કોન્ફરન્સિંગથી તપાસ કરી શકોઃ વકીલ access_time 12:41 pm IST

  • દ્વારકા:એસટી બસ પલ્ટી મારતા ડેપો મેનેજરની બદલી:બસના અકસ્માત બાદ તુરત જ બદલીથી ચકચાર: ખંભાળીયા ડેપો મેનેજરને બીલીમોરા ATS તરીકે ટ્રાન્સફર કરાઈ:તાત્કાલિક અસરથી ચાર્જ પણ મુકવાયો access_time 10:45 pm IST