Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

મોદીજી મેં આપશે કરું એક સવાલ, કબ તક લૂટી જાયેંગી બેટીયોં કી લાજ”: પીએમ મોદીને સીધો સવાલ કરતુ ગીત

સુરતની ટીવી અભિનેત્રી અને સિંગર પર ફિલ્માવાયેલ ગીત સુરતના પ્રોડ્કશન હાઉસે તૈયાર કર્યું

અમદાવાદઃ ગુજરાત-યુપી સહિત દેશભરમાં લૂંટાઇ રહેલી નારીઓની લાજ અંગે  PM મોદીને સળગતો સવાલ કરતું એક ગીત સોશિયલ મીડિયા પર ફરતુ થયુ  છે.

સુરતના પ્રોડકશન હાઉસે પીએમ મોદી સામે સળગતો સવાલ નામનું એક ગીત તૈયાર કર્યું છે. આ ગીતને સુરતની જ બે યુવતીઓએ સ્વર આપ્યા છે. તેમાં એક નિત્યાકુમારી નામની ટીવી અભિનેત્રી છે તો બીજી સિંગર ચંદ્રિકા (ગોહીલ) સોની છે.

 

દેશમાં બળાત્કારની ઘટનાઓ રોજબરોજની બની ગઇ છે. તેમાંય ઉત્તર પ્રદેશના હાથરસ ગામની દલિત યુવતી સાથે બનેલી ઘટનાએ સમગ્ર દેશવાસીઓના રૂવાટાં અધ્ધર કરી દીધા હતા. આવી ઘટનાઓને લઇને દેશના વડાપ્રધાન સહિત અનેક સત્તાધીશો સમક્ષ પ્રજાએ હજારો સંખ્યામાં પત્રો લખ્યા છે.અનામતને લઇને હાર્દિક પટેલની આગેવાનીમાં આંદોલન થયું હતું. ત્યારે પાવર ઓફ પાટીદાર નામનું ફિલ્મ બનાવનાર સુરતના કેશર ભવાની ફિલ્મ પ્રોડક્શન તથા પ્રોડ્યુસર અને લેખક દિપક સોની તથા ડાયરેકટર મહેશ મહેશ પટેલે જ છે. જેમને આ ગીતનું  પ્રોડકશન કર્યું છે.

સાડા ચાર મીનીટના આ હિન્દી ભાષામાં રજૂ થયેલાં ગીતનું ફિલ્માંકન પીએમ મોદીની તસવીરો સામે જ કરવામાં આવ્યું છે. જેથી ગીતકારો મોદીને સીધો જ સવાલ કરી રહ્યાં હોવાનું પિકચરાઇઝેશન કરાયું છે.બંને ગીતકારોની પાછળ મહિલાઓને ઉપાડી જતાં દ્દશ્યોથી માંડીને યુવતીઓનું પિકચરાઇઝેશન કરીને ઘટનાઓ કેવી રીતે બની રહી છે વગેરે બાબતને રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. ત્યારબાદ પ્રજા દ્વારા થતી કેન્ડલ માર્ચ વગેરેનું પણ ચિત્ર રજુ કરવામાં આવ્યું છે.

આ ગીતમાં મોદીજીને કયા સુધી બેટીઓ પર બળાત્કાર થતા રહેશે, કયારે બેટીઓ પર અત્યાચાર બંધ થશે ? અને બળાત્કાર જેવી ઘટનામાં પણ જાતિવાદ અને ઊંચ નીચ દેખાડવામાં આવે છે ત્યારે અમારું માથું શરમથી ઝૂંકી જાય છે.મનમાં સતત ડર રહ્યા કરે છે કે અત્યારે આ હાલત છે તો આગળ જતાં શું થશે ? તો મોદીજી અમારું તમને નિવેદન છે કે કોઇ એવા કાયદા કે નિયમ લાવો કે આગળ જતાં આવી ઘટનાઓ કોઇની સાથે ના બને.

 ગીતની પંકિતઓ

મોદીજી મેં આપશે કરું એક સવાલ

કબ તક લૂટી જાયેંગી બેટીયોં કી લાજ

દેશ કી બેટીં આપશે માંગે યે જવાબ

કબ તક લૂટી જાયેંગી બેટીયોં કી લાજ

નિર્ભયા કી ચીખે સબ કો અભી ભી સુનાતી હૈ

આસિફા કી આસું સબકી આંખો કો રૂલાતી હૈ

કૈસે નીકલે ઘર કે બહાર, ડર હમે સતાતા હૈ.

કબ જાને હમે કો કયા હો જાયે સોચ કે જી ગભરાતા હૈ

કબ જાયેગા ડર હમારા, બતા દોના હાલ

કબ તક લૂટી જાયેંગી બેટીયોં કી લાજ

(12:00 am IST)