Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

આતંકી હુમલાની આશંકાને લઇ ટાટા સ્‍ટીલનો જમશેદપુર પ્‍લાન્‍ટ હાઇ એલર્ટ પર

આતંકી હુમલાની આશંકાને લઇ  ટાટા સ્‍ટીલનો જમશેદપુર સંયંત્ર હાઇ એલર્ટ પર છે. ગયા મહીને  ઝારખંડના એક શહેરથી અલ કાયદાના આતંકી મોહમદ કલીમુદીન મુજાહિરીની ધરપકડ પછી આવું કરવામાં આવ્‍યું છે.

ટાટા સ્‍ટીલના  સુરક્ષા પ્રમુખ ગોપાલ પ્રસાદ ચૌધરીના જણાવ્‍યા અનુસાર સુરક્ષા ઇતંજામ કડક છે અને કંપની દરેક પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે.

સુરક્ષા માટે રાજય કેન્‍દ્રીય બળોને  પણ લગાવવામા  આવ્‍યા છે પ્‍લાંટની ચારે તરફ ઇલેકટ્રેનીક વાડ લગાવવામા આવી છે.

(11:20 pm IST)