Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

હરિયાણાના હવામાનમાં પલટો : રાહુલ ગાંધીની હવાઇયાત્રાને અસર : મેદાનમાં ઇમર્જન્સી લેન્ડિંગ : યુવાનો સાથે ક્રિકેટ રમ્યા

રાહુલના હેલીકોપ્ટરને રેવાડી સ્થિત કેએલપી કોલેજના મેદાનમાં ઈમરજન્સી લેન્ડ કરાયું

હરિયાણાના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો તેની અસર રાહુલ ગાંધીની હવાઈ યાત્રા પર પડી  હતી  મહેન્દ્રગઠથી રેલી કરીને પાછા આવી રહેલા રાહુલ ગાંધીના હેલીકોપ્ટરની રેવાડીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી.હતી

  રાહુલ ગાંધી સોનિયા ગાંધીની તબીયત ખરાબ હોવા છતાં તેમની જગ્યા પર મહેન્દ્રગઢમાં જનસભાને સંબોધિત કરવા આવ્યા હતા. 5 વાગીને 1 મિનિટ પર રાહુલના હેલીકોપ્ટરને રેવાડી સ્થિત કેએલપી કોલેજના મેદાનમાં ઈમરજન્સી લેન્ડ કરાવવામાં આવ્યું. મેદાનમાં યુવા ક્રિકેટ રમી રહ્યાં હતા. તેમની વચ્ચે પહોંચીને રાહુલ ગાંધીએ ક્રિકેટ પણ રમ્યા અને સેલ્ફી પણ લીધી હતી.

   કોંગ્રેસ નેતા કેપ્ટન અજય યાદવે રાહુલ ગાંધી માટે કારની વ્યવસ્થા કરી હતી. જે બાદ તે માર્ગ દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા. રેવાડીમાં ગાઢ વાદળછાયું હતુ અને ત્યાં ઝરમર ઝરમર વરસાદ પણ હતો. તેને ધ્યાનમાં રાખીને પાયલોટે હેલિકોપ્ટર આગળ નહીં લેવાનો નિર્ણય કર્યો. શુક્રવારે હરિયાણાના અનેક વિસ્તારોમાં વરસાદ અને કરા પડ્યા હતા. ભવાનીમાં 15 મિનિટ સુધી વરસાદ પડ્યો હતો, જ્યારે ભવાનીના બાવાનીખેડામાં કરા પડયા હતા.

(10:50 pm IST)
  • વલસાડ તાલુકા પંચાયતના ગોરગામ સીટના અપક્ષ સભ્યનું સભ્યપદ રદ કરાયું : સામાન્ય સભાની બેઠકમાં સતત ગેરહાજર રહેતા નવીનભાઈ ભીખુભાઇ પટેલનું સભ્યપદ રદ કરવા સામાન્ય સભામાં થયો ઠરાવ access_time 2:36 pm IST

  • તા.૨૦ થી ૨૩ માવઠુ થશે : ખેડૂતો સાવચેત રહે : આ મહિનાના અંતમાં પણ વાતાવરણ અસ્થિર બનશે! : વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરથી તા.૨૦ થી ૨૩ (રવિથી બુધ) વાતાવરણ અસ્થિર બનશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતા છે. દરમિયાન હાલના અનુમાન મુજબ આ મહિનાના અંતમાં એક મજબૂત સિસ્ટમ્સની અસર તળે રાજયના ઓછા વધુ વિસ્તારમાં માવઠાની સંભાવના છે access_time 1:26 pm IST

  • ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું છે કે અમે સાવરકરના વિરોધી નથી પરંતુ તેમની હિન્દૂ વિચારધારાનો વિરોધ કરીએ છીએ. એ દરમીયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે રાષ્ટ્ર માટે સાવરકરજીએ જે બલિદાન આપ્યું છે તે બીજા કોઈએ આપેલ નથી. access_time 1:17 am IST